Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 વર્ષના બાળકને મગર જીવતો ખાઈ ગયો, VIDEO:પગ જડબામાં દબાવીને ખેંચી ગયો, બાળક તરફડિયાં મારતો રહ્યો...કાકા બૂમો પાડતા રહ્યા

    9 hours ago

    યુપીના બહરાઇચમાંથી રૂંવાડા ઊભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં મગર 12 વર્ષના બાળકને જીવતો ખાઈ ગયો. ડાંગરની રોપણી કર્યા પછી બાળક નદીમાં હાથ-પગ ધોવા ગયો હતો, ત્યારે મગરે તેના પર હુમલો કર્યો. તેને જડબામાં પકડી લીધો. બાળક પોતાને છોડાવવા માટે તરફડિયાં મારતું રહ્યું. તેના કાકા અને ગ્રામજનોએ પણ ઈંટ-પથ્થર ફેંકીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગરે તેને છોડ્યો નહીં. તેણે બે-ત્રણ વાર બાળકને ઉછાળીને પાણીમાં પછાડ્યો, પછી ઊંડા પાણીમાં ખેંચી ગયો. જોતજોતામાં બાળકના અડધા શરીરને ગળી ગયો. 5 કલાક પછી ગ્રામજનોએ બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો. ઘટના ગુરુવારે સાંજે બની હતી. પરંતુ તેનો વીડિયો શુક્રવારે સવારે સામે આવ્યો. પોલીસ સ્ટેશનના પ્રભારી ટી.એન. મૌર્યએ ઘટના અને વીડિયોની પુષ્ટિ કરી છે. વન રેન્જર સાકિબ અંસારીએ જણાવ્યું કે- મગર બાળકનો જમણો પગ અને કમર નીચેનો ભાગ ખાઈ ગયો. આ મામલો જિલ્લા મુખ્યાલયથી 45 કિમી દૂર આવેલા બૌંડી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. 3 તસવીરો જુઓ- માતા-પિતાનું અવસાન થઈ ગયું હતું, બાળક કાકા સાથે રહેતો હતો સુનીલ મુરૌવા ગામનો રહેવાસી હતો. તેના માતા-પિતાનું અવસાન થઈ ગયું હતું. પિતા બુધરાજનું 5 વર્ષ પહેલાં, જ્યારે માતાનું 7 વર્ષ પહેલાં બીમારીથી અવસાન થયું હતું. ચાર ભાઈ-બહેનોમાં સુનીલ બીજા નંબરે હતો. તેનાથી મોટી બહેન સુમન (14), નાનો ભાઈ સંજય (10) અને સૌથી નાની બહેન સીમા (7) છે. ત્રણેય ભાઈ-બહેન ગામની પ્રાથમિક શાળામાં ભણે છે, જ્યારે સુનીલે અભ્યાસ છોડી દીધો હતો. માતા-પિતાના અવસાન પછી તે તેના કાકા વિજય રાજ સિંહ સાથે રહેતો હતો. હાથ-મોં ધોઈ રહ્યો હતો, ત્યારે ખેંચી ગયો ગામલોકોએ જણાવ્યું કે ગુરુવારે બપોરે લગભગ 2 વાગ્યે સુનીલ તેના કાકા વિજય રાજ સિંહ સાથે ખેતરમાં ડાંગર રોપવા ગયો હતો. 3-4 કલાક સુધી રોપણી કર્યા પછી, મોડી સાંજે બંને ખેતરમાંથી પાછા ફરતી વખતે ઘાઘરા નદીમાં હાથ-પગ ધોવા લાગ્યા. આ દરમિયાન અચાનક નદીમાંથી મગર બહાર આવ્યો અને સુનીલ પર હુમલો કર્યો. આ જોઈને તેના કાકા ગભરાઈ ગયા. બૂમો પાડીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. દોડીને આસપાસના ખેતરોમાં કામ કરતા લોકોને બોલાવ્યા. ગ્રામજનોએ બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગરેે તેને છોડ્યો નહીં. ઘટનાની જાણ થતા જ ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે પહોંચી ગયા. પરિવારજનો પણ રડતા-કકળતા ઘટનાસ્થળે પહોંચી ગયા. અંધારું થયું તો ટોર્ચની રોશનીમાં ગ્રામજનોએ શોધખોળ કરી ગ્રામજનોએ મોટા વાંસના લાકડાની મદદથી નદીમાં શોધખોળ અભિયાન શરૂ કર્યું. આ સમયે ઘાઘરા નદીનો પ્રવાહ ખૂબ જ તેજ છે, તેથી ઘટનાસ્થળથી લગભગ 500 મીટર સુધી નદીમાં શોધખોળ કરવામાં આવી. બે કલાક સુધી સતત શોધખોળ કર્યા પછી અંધારું થઈ ગયું, પરંતુ ગ્રામજનોએ શોધખોળ રોકી નહીં. તેઓ ટોર્ચના પ્રકાશમાં બાળકની શોધ કરતા રહ્યા. લગભગ પાંચ કલાકની જહેમત પછી રાત્રે 10 વાગ્યે ઘટનાસ્થળથી લગભગ 300 મીટર દૂર નદીમાં બાળકનો અડધો મૃતદેહ તરતો મળ્યો. ગ્રામજનોએ મૃતદેહને બહાર કાઢ્યો અને તેની જાણ પોલીસને કરી. મગરના હુમલાથી મૃતદેહ ક્ષત-વિક્ષત થઈ ગયો હતો. શુક્રવારે સવારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. સરપંચે કહ્યું- કાકા હાથ પકડીને ખેંચતા રહ્યા ગામના સરપંચ સંજય કુમાર ત્રિવેદીએ જણાવ્યું- બાળક સુનીલના કાકા વિજય કુમાર બપોરે ડાંગર રોપવાનું કામ રોકીને ઘરે જમવા આવ્યા હતા. ત્યારે સુનીલ જીદ કરીને સાથે ગયો. થોડી વાર પછી નદી કિનારે તેના પર મગરે હુમલો કર્યો. સુનીલની ચીસ સાંભળીને કાકા અને આસપાસના લોકો દોડીને નદી તરફ આવ્યા. જોયું તો મગરે સુનીલને જબડામાં પકડી રાખ્યો હતો. પછી તેને ખેંચીને ઊંડા પાણીમાં લઈ ગયો. SDM પ્રકાશ સિંહે જણાવ્યું- ઘટનાની જાણકારી અધિકારીઓને આપી દેવામાં આવી છે. પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'OMG-2 મેં લખી, ક્રેડિટ પણ ન આપી':પરેશ રાવલનો દાવો- સીક્વલ નહોતી, સલમાન-અજયને લેવાના હતા, અક્ષયને સ્ક્રિપ્ટ પસંદ આવી તો વાત બગડી
    Next Article
    જૂનાગઢ સહિત 14 તાલુકામાં વરસાદ:બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, પણ ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો; અમદાવાદ 37°C સાથે સૌથી ગરમ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment