Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભાષા સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સૌરાષ્ટ્રભરમાં મયૂરનગરીનો‎ દબદબો:બે શાળાએ અગ્ર ક્રમ સાથે મેળવ્યું ગૌરવપૂર્ણ સ્થાન‎

    14 hours ago

    દર વર્ષે યોજાતી ''સંસ્કૃત ગૌરવ પરીક્ષા''માં મોરબીની બે શાળાએ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સાથે જ, પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ પણ મોરબી જિલ્લો સતત ત્રીજા વર્ષે સમગ્ર પ્રાંતમાં મોખરે રહ્યો છે. સંસ્કૃત ભારતી મોરબી જનપદના સંયોજક કિશોરભાઈ શુક્લના જણાવ્યા અનુસાર, આ વર્ષની સંસ્કૃત ગૌરવ પરીક્ષાના પરિણામોમાં મોરબીની સાર્થક વિદ્યામંદિર સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમે અને સરસ્વતી શિશુ મંદિર દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થઈ છે. એક જ જિલ્લાની બે શાળાઓએ સમગ્ર પ્રાંતમાં ટોચના બંને સ્થાન મેળવ્યા હોય તેવી આ ઐતિહાસિક સિદ્ધિ છે. સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશ અને સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીની બંને શાળાઓને સંસ્કૃત સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા,રાજ્ય શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા,ડૉ. જયેન્દ્રસિંહ જાદવ (સંસ્કૃત સાહિત્ય અકાદમી,) ડૉ. જગદીશ જોશી (કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) ડૉ. સુકાંત કુમાર સેનાપતિ (વાઇસ ચાન્સેલર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવલ) પી.એમ. પટેલ (કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) સહિતના હાજર રહ્યા હતા. સાર્થક વિદ્યામંદિરમાં ગોખણપટ્ટીથી નહીં,યાદ રહી જાય તે રીતે અપાય છે જ્ઞાન જીવન જીવવાની પદ્ધતિનું જ્ઞાન આ ભાષામાંથી મળતું હોવાથી મોરબીની આ એક એવી શાળા છે જે ગોખણપટ્ટીથી નહિ. વિદ્યાર્થીઓને કાયમ યાદ રહે તેવી રીતે ભાષાનું જ્ઞાન આપે છે. દરમિયાન તાજેતરમાં લેવાયેલી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ શાળાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જો કે, સમગ્ર મોરબી માટે ગૌરવની વાત એ છે કે આ શાળાએ આ પરીક્ષામાં આઠમી વખત પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અમદાવાદમાં આવેલી ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ‘સંસ્કૃતોત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ, પરીક્ષા અને પ્રચાર-પ્રસાર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર સંસ્થાઓમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરનો પણ સમાવેશ કરાયો હતો અને સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ આ શાળાને સંસ્કૃત ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ સહિત 14 તાલુકામાં વરસાદ:બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, પણ ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો; અમદાવાદ 37°C સાથે સૌથી ગરમ
    Next Article
    ₹45 Crore में बना Government Hospital अब तक चालू क्यों नहीं हुआ? Kanpur| Ground Report|

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment