Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલ 14 આરોપી પાસેથી 31 હથિયાર કબ્જે કરાયા:'વેપન કાર્ટેલ'માં મુખ્ય સહીત 3 સપ્લાયર વધુ 4 દિવસના રિમાન્ડ પર, આજે વધુ એક આરોપી 3 ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

    3 days ago

    રાજકોટ PCB દ્વારા ગેરકાયદે હથિયારની સિન્ડિકેટ તોડી પાડી મધ્યપ્રદેશના મુખ્ય આરોપી સકીલ સાદિક મન્સૂરીને ઝડપી પાડી રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય બે સપ્લાયરોને સકંજામાં લઇ તપાસ શરૂ કરી હતી આ તપાસ દરમિયાન ત્રણેય આરોપીને વધુ 4 દિવસના રિમાન્ડ મેળવી પોલીસ પુછપરછ હાથ ધરતા આજ રોજ વધુ એક આરોપીને થાનગઢ ખાતેથી ઝડપી પાડી તેની પાસેથી 3 ગેરકાયદે હથિયાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીની 6 દિવસની તપાસ દરમિયાન કુલ 14 આરોપીને ઝડપી પાડી 31 ગેરકાયદે હથિયાર અને 32 કાર્ટીસ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટ દ્વારા કુલ 3 સપ્લાયરના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજુર રાજકોટ PCB પીઆઇ મેહુલ ગોંડલિયાની ટિમ દ્વારા ગત સોમવારના રોજ 5 આરોપીઓને 16 ગેરકાયદે હથિયાર અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યા બાદ ચાર દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ કરતા વધુ 8 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી વધુ 12 ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ગઈકાલે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા આરોપીઓ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટ દ્વારા મુખ્ય સપ્લાયર સકીલ મન્સૂરી સહીત પ્રદીપ ખાચર અને ગાવસ્કર ઉર્ફે દર્શન રાજપરા મળી કુલ 3 સપ્લાયરના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. થાનગઢના યશપાલસિંહ પાસેથી 3 ગેરકાયદે હથિયાર મળી આવ્યા હતા આજ રોજ આરોપીઓની વધુ પુછપરછ કરતા આરોપી પ્રદિપ ખાચર દ્વારા વધુ 3 ગેરકાયદે હથિયાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના શખસને આપ્યા હોવાની કબૂલાત આપ પોલીસે થાનગઢના યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા (ઉ.વ.26)ની તલાસી લેતા તેની પાસેથી 3 ગેરકાયદે હથિયાર મળી આવ્યા હતા જેમાં બે દેશી બનાવટની પિસ્તોલ અને એક દેશી તમંચો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ થાનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, મારામારી અને આર્મ્સ એક્ટ સહિત ચાર ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. કુલ 14 આરોપીઓ પાસેથી 31 ગેરકાયદે હથિયાર અને 32 જીવતા કાર્ટીસ કબ્જે કરાયા પોલીસ દ્વારા પ્રથમ દિવસથી જ સપ્લાયરો દ્વારા કોને કોને હથિયાર આપવામાં આવ્યા એ અંગે પુછપરછ કરતા એક બાદ એક નામ આપતા પોલીસ દ્વારા પ્રથમ દિવસે સંદીપસિંહ પરમાર ત્યારબાદ બીજા દિવસે જયપાલ ડેડાણિયા અને આરીફ પઠાણ, ત્રીજા દિવસે ધ્રુવ ઉર્ફે કનૈયો ગોસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમાર બાદ ચોથા દિવસે જીલુ બારૈયા અને ઋતુરાજ ખાચરની ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી જેમાં પોલીસ આ કુલ 13 આરોપીઓ પાસેથી 28 ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા હતા અને આ પછી આજરોજ વધુ એક આરોપીને ઝડપી વધુ ત્રણ ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. આમ પોલીસે અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓ પાસેથી 31 ગેરકાયદે હથિયાર અને 32 જીવતા કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા છે. આરોપી જીલુ બારૈયા છે ભાજપનો સક્રિય સભ્ય ગઈકાલે 17 જુલાઈના રોજ 3 ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયેલ આરોપી જીલુ બારૈયાના માતા માસુબેન ભુપતભાઈ બારૈયા રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બે ટર્મ સુધી રહી ચુક્યા છે અને જીલુ બારૈયા પોતે પણ ભાજપનો સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે. આરોપી જીલુને અગાઉ કોઈ સાથે મનદુઃખ અને ઝઘડા થયા હોવાથી અને શોખથી ગેરકાયદે હથિયાર ખરીદ કર્યા હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસ પુછપરછમાં મુખ્ય આરોપી સકીલ મન્સૂરી મધ્યપ્રદેશમાં અન્ય બે શખ્ખો પવન અને રાહુલ પાસેથી 5થી 7 હજારમાં હથિયાર ખરીદ કરી અહીંયા 25થી 50 હજાર સુધી કિંમતમાં વેચાણ કરતો હોવાનું સામે આવતા પવન અને રાહુલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આમ ગેરકાયદેસર હથીયારોનુ વેંચાણ કરતી 'વેપન કાર્ટેલ'ના કેસમા તપાસ દરમિયાન 6 દિવસમાં કુલ 14 શખ્સોને દેશી બનાવટના 31 હથીયારો તથા જીવતા 32 કાર્ટીસ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકડાયરામાં કમરે બંદૂક લટકાવી રૂપિયા ઉડાવતા યુટ્યૂબરનો વીડિયો વાઈરલ
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પાલિકા સભા વિવાદમાં, વિપક્ષે કાર્યવાહી રદ કરવા માગ કરી:કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી સેક્રેટરીને આવેદનપત્ર પાઠવ્યું
    Next Article
    ભૂતિયા સ્કૂલ બંધ કરાવવા કોંગ્રેસની માંગ:ન્યૂ ફ્લોરા સ્કૂલ સ્થળ ફેરફારની મંજૂરી વિના રહેણાંક મકાનમાં ધમધમતી હોવાનો આક્ષેપ, DEOએ તપાસ કમિટી રચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment