Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પાલિકા સભા વિવાદમાં, વિપક્ષે કાર્યવાહી રદ કરવા માગ કરી:કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી સેક્રેટરીને આવેદનપત્ર પાઠવ્યું

    3 days ago

    ભરૂચ નગરપાલિકાની ૧૭ જુલાઈએ યોજાયેલી સામાન્ય સભા વિવાદમાં સપડાઈ છે. વિપક્ષી સભ્યોએ પાલિકાના સેક્રેટરીને આવેદનપત્ર પાઠવી સભાની સમગ્ર કાર્યવાહી અને તેમાં થયેલા ઠરાવોને રદબાતલ કરવાની માગ કરી છે. વિપક્ષે આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી છે. વિપક્ષના આક્ષેપ મુજબ, સામાન્ય સભા દરમિયાન વર્ષ 2025-26ના હિસાબોને મંજૂરી આપવા સંબંધિત મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. આ સમયે વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારી સમક્ષ હિસાબોને લગતા પ્રશ્નો અને પુરાવા આધારિત ખુલાસાઓ માંગવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્ય અધિકારી જવાબ આપે તે પહેલાં જ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોઈપણ પૂર્વ સૂચના કે ગૃહ મોકૂફીની જાહેરાત કર્યા વિના અચાનક રાષ્ટ્રગીત શરૂ કરી દેવાયું હતું. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ સભા સમાપ્ત થઈ હોવાનું જાહેર કરી સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડમાંથી નીકળી ગયા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે એજન્ડાના ક્રમાંક-4 સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કે મતદાન થયું નહોતું, છતાં સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. વિપક્ષે આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 તથા સભાના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. વિપક્ષી સભ્યોએ સેક્રેટરી સમક્ષ રજૂઆત કરી છે કે 17 જુલાઈની સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર જાહેર કરી રદબાતલ કરવામાં આવે. એજન્ડાના અધૂરા મુદ્દાઓ સંબંધિત કોઈ ઠરાવો પસાર થયા હોવાનું દર્શાવવામાં આવે તો તેના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. આ સાથે જ સભાની વીડિયોગ્રાફી અને મિનિટ્સ બુકની તટસ્થ તપાસ કરાવવામાં આવે તેમજ અધૂરા રહેલા એજન્ડા પર નિયમ મુજબ ફરીથી સામાન્ય સભા બોલાવવાનો આદેશ આપવા પણ માંગ કરવામાં આવી છે. વિપક્ષની આ રજૂઆત બાદ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં થયેલી કાર્યવાહી અને તેના કાયદાકીય પાસાઓ અંગે રાજકીય અને જાહેર ચર્ચા તેજ બની છે.
    Click here to Read More
    Previous Article
    કૈલાસ માનસરોવર યાત્રાનું ચોથું જૂથ ધારચુલામાં ફસાયું:ભૂસ્ખલનને કારણે 18 રસ્તાઓ બંધ; કેદારનાથ માર્ગ પર પણ પથ્થરો પડ્યા, પગપાળા યાત્રા ચાલુ છે
    Next Article
    કુલ 14 આરોપી પાસેથી 31 હથિયાર કબ્જે કરાયા:'વેપન કાર્ટેલ'માં મુખ્ય સહીત 3 સપ્લાયર વધુ 4 દિવસના રિમાન્ડ પર, આજે વધુ એક આરોપી 3 ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment