Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાની 14 શાળાઓ અને 2 કોલેજોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા:વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી અંગે માર્ગદર્શન અપાયું

    7 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી માટે જનજાગૃતિ કેમ્પ યોજાયા. જિલ્લા કલેક્ટરની સૂચનાથી ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટી ફોર મેન્ટલ હેલ્થ (DLMC) દ્વારા 14 શાળાઓ અને 2 કોલેજોમાં આ કાર્યક્રમો થયા હતા. DLMCના સભ્ય મુકેશ પરમાર, જિલ્લા આઈ.ઈ.સી. અધિકારી જયેશ પંડ્યા અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. તેમને માનસિક મજબૂતી, આત્મવિશ્વાસ, હકારાત્મક વિચારસરણી, પરીક્ષાના તણાવનું સંચાલન અને ઇન્ટરનેટના સંતુલિત ઉપયોગ વિશે શીખવવામાં આવ્યું હતું. કઠિન પરિસ્થિતિઓમાં સફળ થયેલા યુવાનોના ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને નિષ્ફળતામાંથી શીખી આગળ વધવા પ્રેરિત કરાયા. સાથે જ, માનસિક તણાવ અનુભવાય ત્યારે માતા-પિતા, શિક્ષકો કે નિષ્ણાતોની મદદ લેવામાં સંકોચ ન રાખવા સમજાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગ્યાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ મેદાનમાં:13 ઓક્ટોબરથી ટાગોર બાગ ખાતે 72 કલાકના અન્નજળ ત્યાગ સાથે ઉપવાસ કરશે
    Next Article
    પોરબંદર પોલીસના લોક દરબારમાં ટ્રાફિક, છેતરપિંડીની રજૂઆતો:વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત યોજાયો: ટ્રાફિક, સાયબર ક્રાઈમ, વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment