Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર પોલીસના લોક દરબારમાં ટ્રાફિક, છેતરપિંડીની રજૂઆતો:વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત યોજાયો: ટ્રાફિક, સાયબર ક્રાઈમ, વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી

    7 hours ago

    પોરબંદર જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત નાગરિકોની સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે એક વિશેષ 'લોક દરબાર' યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે નાગરિકોની તમામ રજૂઆતો અને પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળીને વહેલી તકે કાયદેસર અને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ટ્રાફિક સમસ્યા અને સિગ્નલ મુદ્દે ચર્ચા| લોક દરબારમાં શહેરમાં દિન-પ્રતિદિન વધતી જતી ટ્રાફિકની સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા મુખ્ય રજૂઆતો કરવામાં આવી હતી. મેયરને નવા ક્રોસ સેક્શન અને મુખ્ય જંક્શનો પર ટ્રાફિક સિગ્નલ લગાવવા માટે વિનંતી કરાઈ હતી. ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવાના હેતુથી પોલીસ વિભાગ અને મનપા દ્વારા સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવશે. મોબાઈલ ડ્રાઇવિંગ સામે પેટ્રોલિંગ વધારવા આદેશ આંતરિક માર્ગો પર વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી થતા અકસ્માતો અંગે મળેલી ફરિયાદોને ધ્યાને લઈ પોલીસે પેટ્રોલિંગ વધારવા આદેશ આપ્યો છે. સાથોસાથ વાહનચાલકોને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. છેતરપિંડી, વ્યાજખોરી અને સાયબર ક્રાઈમ સામે કડક વલણ વિદેશ મોકલવાના નામે થતી ઠગાઈથી બચવા એજન્ટોની પૂરેપૂરી ખરાઈ કર્યા વગર નાણાં ન આપવા સૂચના અપાઈ હતી. વ્યાજખોરો, અસામાજિક તત્વો અને જમીન હડપનારાઓ સામે કડક ઝુંબેશ ચાલુ રહેશે. ઉપરાંત સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કેળવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરનારા સામે સખત કાર્યવાહી કરવાનો સ્પષ્ટ સંદેશ અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠાની 14 શાળાઓ અને 2 કોલેજોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા:વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી અંગે માર્ગદર્શન અપાયું
    Next Article
    पंजाब से आई महिला प्रोटेस्टर के साथ बद्तमीज़ी? CM Detained! CJP Protest | Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment