Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના:સતીમાં ગ્રુપ દ્વારા ભાખરવડીના ગણપતિ, અષ્ટવિનાયક ગ્રુપના સામાજિક કાર્યક્રમો 14 થી 18 સપ્ટેમ્બર સુધી

    7 hours ago

    વિઘ્નહર્તા ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગીર સોમનાથ જિલ્લો પાંચ દિવસ ગુંજી ઉઠશે. વેરાવળમાં 14 થી 18 સપ્ટેમ્બર સુધી ગણપતિ બાપાની સ્થાપના થશે. આ વર્ષે સતીમાં ગ્રુપ દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણપતિ વિરાજમાન કરાશે, જ્યારે અષ્ટવિનાયક ગ્રુપ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો કરશે. વેરાવળ શહેરમાં પ્રથમવાર મહારાષ્ટ્ર મંડળ દ્વારા હાઉસિંગ સોસાયટી ખાતે ગણપતિ બાપાની સ્થાપના થઈ હતી. ત્યારથી મહારાષ્ટ્ર નવયુવક મંડળ અને અન્ય મંડળો દ્વારા આ પરંપરા આગળ વધી રહી છે. શહેરમાં મંડળો ઉપરાંત ઘરે પણ આશરે 600 થી વધુ ગણપતિ બાપાની સ્થાપના થાય છે. સતીમાં ગ્રુપ વેરાવળના સતીષભાઈ શીનધવાએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 16 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરે છે. છેલ્લા 10 વર્ષથી તેમણે ઈકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિ બનાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ તેઓ મગ, ચોકલેટ, લોલીપોપ, બિસ્કીટ, થાબડી, ડ્રાયફ્રુટ અને ગોલ્ડ કોઈન ચોકલેટના ગણપતિ બનાવી ચૂક્યા છે. આ વર્ષે સતીમાં ગ્રુપ દ્વારા ભાખરવડીના ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ પ્રયાસ દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે એક કદમ આગળ વધારવાનો છે. ગ્રુપના સભ્યો દસ દિવસની મહેનતથી મુલતાની માટીનો ઉપયોગ કરી મૂર્તિનો આકાર આપે છે અને તેના પર વિવિધ ખાદ્ય સામગ્રીથી શણગાર કરે છે. આનાથી વિસર્જન પછી મૂર્તિ નષ્ટ થાય ત્યારે શણગારેલી ખાદ્ય સામગ્રી દરિયાઈ જીવોનો ખોરાક બની જાય છે. આ રીતે પર્યાવરણ બચાવવામાં મદદ મળે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓથી દરિયાઈ જીવોને થતા નુકસાનથી પણ બચાવી શકાય છે. સતીમાં ગ્રુપ દ્વારા 14 થી 18 સપ્ટેમ્બર સુધી રોજ સાંજે 7 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું છે. આ સાથે કેદારનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિના દર્શનનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ જ રીતે, વેરાવળના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઘણા વર્ષથી અષ્ટવિનાયક ગ્રુપ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આ ગ્રુપ સામાજિક અને આરોગ્યના કાર્યક્રમો દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવી રહ્યું છે. આ વર્ષે 14 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે સત્યનારાયણની કથા, 15 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે કરાઓકે મ્યુઝિક પ્રોગ્રામ અને મહારક્તદાન કેમ્પ યોજાશે. 16 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે સનરાઈઝ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહારક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યાથી શ્રી દાંડિયા ક્લાસીસ દ્વારા રાસની રમઝટનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. આરતી સાંજે 7:30 વાગ્યે અને મહાઆરતી રાત્રે 12 વાગ્યે રાખવામાં આવી છે. અષ્ટવિનાયક ગ્રુપ દ્વારા વેરાવળની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા અને કાર્યક્રમોમાં સહભાગી થવા જાહેર આમંત્રણ અપાયું છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર રેલવે કોર્ટમાં પહેલીવાર લોક અદાલત યોજાઈ:705 કેસોનો નિકાલ કરી ₹71,000નો દંડ વસૂલ કરાયો; મેજિસ્ટ્રેટ યશ શાહની પ્રશંસનીય કામગીરી
    Next Article
    સુરતની પી.પી. સવાણી ઈન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ:6 બસ ભરી હોસ્પિટલ ખસેડાયા, ભોજનના કારણે નહીં પણ ગણપતિના પ્રસાદથી તબિયત લથડ્યાનો લૂલો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment