Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની પી.પી. સવાણી ઈન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ:6 બસ ભરી હોસ્પિટલ ખસેડાયા, ભોજનના કારણે નહીં પણ ગણપતિના પ્રસાદથી તબિયત લથડ્યાનો લૂલો બચાવ

    9 hours ago

    સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ અસર થતા દોડધામ મચી. શનિવારે રાત્રિના હોસ્ટેલની મેસજમાં પનીરનું શાક, રોટલી અને ફ્રાય રાઈસ ખાધા બાદ તબિયત લથડી. જેના કારણે સંસ્થાની 6 જેટલી બસોમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. જાણ થતા વાલીઓ પણ સંસ્થા પર દોડી આવ્યા. મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી. પાંચની હજી પણ સારવાર ચાલી રહી છે. સંસ્થા દ્વારા 100 વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો તો સ્વીકાર કરાયો, પરંતુ, હોસ્ટેલના ભોજનના કારણે નહીં પણ ગણપતિના પ્રસાદ કે બહારના અન્ય ખોરાકના કારણે તબિયત લથડી હોવાનો લૂલો બચાવ કરાયો. જાણ થતા વાલીઓ પણ સંસ્થા પર દોડી આવ્યા. અહીં રહેતા વિદ્યાર્થીઓને અયોગ્ય ભોજન અપાતું હોવાનો આક્ષેપ કરાયો. જાણ થતા વાલીઓ હોસ્ટેલ પર દોડ્યા એક વાલીએ જણાવ્યું કે, શનિવારે સાંજે તેમની દીકરીનો ફોન આવ્યો કે, હોસ્ટેલમાં 4 થી 5 બસ ભરીને વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે, કારણ કે તમામ બાળકીઓને ઝાડા-ઉલટીની તકલીફ થઈ હતી. તે સમયે તેમની દીકરીએ ઓછું જમ્યું હોવાથી તેને કોઈ ખાસ તકલીફ નહોતી, પરંતુ આજે સવારે ફરી ફોન કરીને જણાવ્યું કે, તેને પણ બે વાર ઉલટી થઈ ગઈ છે. આથી પિતાએ તેને કહ્યું કે અભ્યાસ પછી પણ થઈ જશે, અત્યારે સ્વાસ્થ્ય જરૂરી છે એટલે ઘરે આવી જા અને પછી ત્યાં દવાખાને સારવાર લઈશું. 100 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો હોસ્ટેલ સંચાલકનો સ્વીકાર સપન શ્રોફ (એડમિનિસ્ટ્રેટર ) એ જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં અંદાજે 2,000 જેટલા વિદ્યાર્થીઓ અને 450 જેટલો સ્ટાફ છે, જેમાંથી આશરે 80 થી 100 જેટલા વિદ્યાર્થીઓને તબિયત લથડવાની સમસ્યા થઈ હતી. રાત્રે લગભગ 11:00 થી 11:30 વાગ્યા પછી વિદ્યાર્થીઓમાં રિએક્શન દેખાવા લાગ્યા હતા. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને રાતોરાત યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી હતી. સારવાર પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓને શાળાની બસમાં સ્ટાફ અને રેક્ટરોની હાજરીમાં સુરક્ષિત રીતે હોસ્ટેલ પરત લાવવામાં આવ્યા હતા. હાલમાં તમામ વિદ્યાર્થીઓ સ્વસ્થ છે અને હોસ્પિટલમાં કોઈ દાખલ નથી. ફૂડ વિભાગે ભોજનના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ (DEO)ને જાણ કરી છે તેમજ સુરત મહાનગરપાલિકા (SMC)ની ફૂડ સેફ્ટી ટીમે પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી . ગઈકાલના ભોજન—જેમાં છાસ, વઘારેલો ભાત, રોટલી અને પનીર-મટરનું શાક સામેલ હતું—તેના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી દેવાયા છે. ફૂડ પોઈઝનિંગ છે કે અન્ય કોઈ કારણ, તે લેબ રિપોર્ટ આવ્યા પછી (લગભગ 4 થી 5 દિવસમાં) જ સ્પષ્ટ થશે. હોસ્ટેલના ભોજનથી વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો ઈન્કાર ગૌરવ યાદવ (શિક્ષક) એ પી.પી. સવાણી સંસ્થામાં ફૂડ પોઇઝનિંગના આરોપો અંગે ખુલાસો કરતા જણાવે છે કે, સંસ્થામાં ગણેશ આગમનનો તહેવાર હોવાથી અને કેટલાક વિદ્યાર્થીઓ બહારથી આવ-જા કરતા હોવાથી, સંભવ છે કે બહારથી લાવેલો પ્રસાદ કે મીઠાઈ ખાવાથી અમુક બાળકોને તકલીફ થઈ હોય. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આસ્થા કે ગણપતિ બાપ્પાના પ્રસાદ પર સીધો આક્ષેપ નથી કરી રહ્યા, પરંતુ શક્યતાઓની તપાસ થઈ શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પી.પી. સવાણી સંસ્થા છેલ્લા 21 થી 23 વર્ષથી ચાલે છે અને આ સમયગાળામાં ક્યારેય આવી ઘટના બની નથી. સંસ્થા દીકરીઓને ભગવાન માનીને ચાલે છે અને ઘટના બાદ જ્યાં સુધી દરેક બાળકની યોગ્ય સારવાર ન થઈ ત્યાં સુધી સમગ્ર સિસ્ટમ સ્થળ પર જ હાજર રહી હતી. હાલ બાળકો સામાન્ય અને સ્વસ્થ છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના:સતીમાં ગ્રુપ દ્વારા ભાખરવડીના ગણપતિ, અષ્ટવિનાયક ગ્રુપના સામાજિક કાર્યક્રમો 14 થી 18 સપ્ટેમ્બર સુધી
    Next Article
    બોટાદમાં તબીબો અને સમાજસેવીઓનું સન્માન કરાયું:સ્થાનકવાસી જૈન સંઘે પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ બહુમાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment