Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રેલવે કોર્ટમાં પહેલીવાર લોક અદાલત યોજાઈ:705 કેસોનો નિકાલ કરી ₹71,000નો દંડ વસૂલ કરાયો; મેજિસ્ટ્રેટ યશ શાહની પ્રશંસનીય કામગીરી

    7 hours ago

    ભાવનગર રેલવે કોર્ટના 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર લોક અદાલત યોજાઈ હતી. આ અદાલતમાં રેલવે કાયદા સંબંધિત 705 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ ₹71,000નો દંડ વસૂલ કરાયો હતો. JMFC/RLY/BVCના મેજિસ્ટ્રેટ યશ શાહ દ્વારા આ લોક અદાલતમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. RPF અને રેલવે પોલીસે નોંધેલા કેસોનો અહીં નિકાલ થયો હતો. આ લોક અદાલતનો મુખ્ય હેતુ લોકોને રેલવેના નિયમો અને કાયદાઓ વિશે જાગૃત કરવાનો હતો. ભવિષ્યમાં રેલવે કાયદાઓનું પાલન કરવા માટે પણ લોકોને સમજાવવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ રેલવે કોર્ટની આ કામગીરીને બિરદાવી હતી. ભાવનગર ડિવિઝનના DRUCC મેમ્બર અનિસ રાચ્છે પણ રેલવે કોર્ટ દ્વારા સરળ કરાયેલી કાર્યવાહીની પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સાંજે 4 વાગ્યા બાદ મેઘતાંડવ, ત્રણ કલાક રેડ એલર્ટ:ધોધમાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર, ખાડિયામાં મકાન ધરાશાયી; 4 લોકોનું રેસ્ક્યૂ કરાયું
    Next Article
    ગીર સોમનાથમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના:સતીમાં ગ્રુપ દ્વારા ભાખરવડીના ગણપતિ, અષ્ટવિનાયક ગ્રુપના સામાજિક કાર્યક્રમો 14 થી 18 સપ્ટેમ્બર સુધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment