Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ:અન્ડર-14, અન્ડર-17 અને ઓપન કેટેગરીમાં 21 ટીમોએ ભાગ લીધો;ખેલાડીઓએ બતાવ્યું અદભુત રમતકૌશલ્ય

    8 hours ago

    પોરબંદર મહાનગરપાલિકા કક્ષાએ ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત ભવ્ય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને ઓપન એજ કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની કુલ ૨૧ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગાંધીનગરના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા આ રાજ્યવ્યાપી આયોજન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. બિરલાસાગર સ્કૂલ ખાતે સ્પર્ધા યોજાઈ પોરબંદર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા બિરલાસાગર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધા દરમિયાન તમામ વયજૂથના યુવા રમતવીરોએ મેદાન પર ઉત્કૃષ્ટ ચપળતા, રમતકૌશલ્ય અને અદભુત ટીમભાવનાનું પ્રદર્શન કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કમિશનર ટી.સી. તીરથાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવિણા પાંડાવદરા અને જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારના યોગ્ય માર્ગદર્શન હેઠળ આ આખી સ્પર્ધાનું સુચારૂ સંચાલન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ વિજેતા અને સહભાગી તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્થાનિક પ્રતિભાને નિખારવાનો અનોખો મંચ ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવાનો, સ્થાનિક ખેલાડીઓને પોતાની બહેતરીન પ્રતિભા દર્શાવવાની તક આપવાનો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. પોરબંદરના યુવા ખેલાડીઓ માટે આ સ્પર્ધા તેમની રમતગમત ક્ષેત્રની કારકિર્દીને નવી ઊંચાઈ આપવા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગરબામાં લઘુમતિ બાઉન્સર્સ રાખતા બબાલ:મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, મહિલા માથે ખુલ્લી લિફ્ટ પડી, અમદાવાદના ઓઢવમાં અરેરાટીભરી ઘટના
    Next Article
    સુરતમાં ગાર્ડન વિભાગની મિલીભગતથી મોટા વૃક્ષોનું નિકંદન!:બિલ્ડિંગ સાઈટ અને સાઈન બોર્ડ દેખાય તે માટે વૃક્ષો કાપી નાખ્યાનો આક્ષેપ, કડક કાર્યવાહીની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment