Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગાર્ડન વિભાગની મિલીભગતથી મોટા વૃક્ષોનું નિકંદન!:બિલ્ડિંગ સાઈટ અને સાઈન બોર્ડ દેખાય તે માટે વૃક્ષો કાપી નાખ્યાનો આક્ષેપ, કડક કાર્યવાહીની માગ

    9 hours ago

    સુરત શહેરમાં પર્યાવરણના જતન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નાના વરાછા સીમાડા નાકા પાસે જાહેર ફૂટપાથ પર વર્ષો જૂના અને ઓક્સિજન આપતા વિશાળ કદના પીપળાના વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પર્યાવરણપ્રેમી મહેશ પટેલે કર્યો છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે MBH-2 બિલ્ડર અને સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના જવાબદાર કર્મચારી-અધિકારીઓની મિલીભગતને કારણે આ કુદરતી સંપત્તિનો નાશ થઈ રહ્યો છે. 9 જેટલા મહાકાય વૃક્ષો કાપી નખાયા હોવાનો આક્ષેપ પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે જણાવ્યું હતું કે, જીપીએસ મેપ મુજબ જે સ્થાનો પર વૃક્ષો હોવા જોઈએ ત્યાંથી નવ જેટલા મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત માત્ર સાઇનિંગ બોર્ડ કે સાઇટનું લોકેશન દેખાય તે માટે કોઈપણ જાતના વાજબી કારણ વિના મોટા વૃક્ષોની છટણી કે નિકંદન કરવામાં આવી રહ્યું છે. બિલ્ડરોના સ્વાર્થ અને અધિકારીઓની બેદરકારીને લીધે શહેરનું પર્યાવરણ ખતમ થઈ રહ્યું છે. વૃક્ષોમાં પણ જીવ રહેલો છે ત્યારે આવી ઘાતકી પ્રવૃત્તિ સામે તાત્કાલિક તટસ્થ તપાસ હાથ ધરી જવાબદાર બિલ્ડર અને ગાર્ડન વિભાગના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માગણી તેમણે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરી છે. શહેરમાં પાંચ નર્સરીઓ હોવા છતા બહારથી મોંઘા ભાવે રોપા ખરીદીનો આક્ષેપ તેમણે વધુમાં જણાવ્યું કે સુરત શહેરમાં પાંચ મોટી નર્સરીઓ અને 50,000 ચોરસ મીટરથી વધુ જગ્યા ઉપલબ્ધ હોવા છતાં બહારથી મોંઘા ભાવે છોડ ખરીદવામાં આવે છે અને જહાંગીરપુરા સહિતની નર્સરીઓમાં સેંકડો વૃક્ષો સુકાઈ રહ્યા છે. ગાર્ડન વિભાગ કોઈ નક્કર કામગીરી કરતું નથી અને માત્ર ઔપચારિકતા ખાતર કાપેલા વિશાળ વૃક્ષોની જગ્યાએ પાથરણાં કે નાના છોડ રોપીને દેખાડો કરવામાં આવે છે. ગાર્ડન વિભાગના વિકેન્દ્રીકરણના કારણે અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાથી ફરીથી તેનું કેન્દ્રીકરણ કરી વૃક્ષો અને પર્યાવરણને ન્યાય આપવામાં આવે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ:અન્ડર-14, અન્ડર-17 અને ઓપન કેટેગરીમાં 21 ટીમોએ ભાગ લીધો;ખેલાડીઓએ બતાવ્યું અદભુત રમતકૌશલ્ય
    Next Article
    મોરબીમાં ખેલ મહાકુંભ શરૂ, રમતવીરોએ કૌશલ્ય બતાવ્યું:મહાનગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ 24 રમતોનું આયોજન, ખેલાડીઓમાં ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment