Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી જિલ્લામાં 13857 હેક્ટર જમીનમાં કપાસના પાકની વાવણી થઈ છે:કપાસના પાકમાં સુકારાનો રોગ દેખાયો

    10 hours ago

    અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 3 થી 4000 હેક્ટર જમીનમાં વધુ કપાસના પાકની વાવણી કરી છે. જિલ્લામાં પિયતવાળા વિસ્તારોમાં ખેડૂતોએ ચોમાસુ ઋતુ અગાઉથી જ કપાસના પાકની વાવણી કરી હતી. પરંતુ એક સપ્તાહમાં કપાસના પાકમાં સુકારા જેવો રોગ દેખાતા અને કપાસના છોડ મૂરજાવા લાગતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે કપાસના પાકની 13,857 હેક્ટર જમીનમાં વાવણી થઈ હોવાનું નોંધાયું છે. જિલ્લામાં કપાસના પાકની સૌથી વધુ વાવણી સાઠંબા તાલુકામાં 4493 અને બાયડમાં 4335 હેક્ટરમાં થઈ હોવાનું નોંધાયું છે. જિલ્લામાં સૌથી કપાસના પાકની ઓછી વાવણી માલપુર તાલુકામાં માત્ર 37 હેક્ટર જમીનમાં અને ભિલોડા તાલુકામાં 179 હેક્ટર જમીનમાં વાવણી થઈ હોવાનું નોંધાયું છે. જિલ્લાના પિયતવાળા વિસ્તારોમાં ખેડૂતોએ ઉનાળુ ઋતુ દરમિયાન જ જમીનો તૈયાર કરીને બજારમાંથી મોઘા ખાતા બિયારણ લાવી મે મહિનામાં કપાસના પાકને વાવણી કરી હતી ખેડૂતોએ પાકની માવજત કરીને કપાસનો પાક તૈયાર કર્યો છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં ક્યાંક ક્યાંક કપાસના છોડ અચાનક મૂરજાવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે કપાસના પાકમાં ભમરી ફૂલ શરૂ થવા ના સમયે અત્યારથી જ એકાએક છોડ સુકાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગણપત યુનિ.માંથી બીએસસી આઈટી થયેલો 20 વર્ષનો યુવક છેતરાયો:બિટકોઈનમાં 20% નફાની લાલચ આપી યુવકના 10.89 લાખ પડાવ્યા
    Next Article
    વિધવા સહાયના પૈસા આવશે તેમ કહીને કટકે કટકે પૈસા પડાવ્યા:કારીગર યુવાન સાથે વિધવા મહિલાની 17 લાખની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment