Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણપત યુનિ.માંથી બીએસસી આઈટી થયેલો 20 વર્ષનો યુવક છેતરાયો:બિટકોઈનમાં 20% નફાની લાલચ આપી યુવકના 10.89 લાખ પડાવ્યા

    9 hours ago

    બિટકોઈનમાં રોકાણથી ઘેર બેઠા 20 ટકા નફાની લાલચ આપી સાઈબર ગઠિયાઓએ 20 વર્ષીય યુવક પાસેથી રૂ.10.89 લાખ પડાવી લીધા. ગણપત યુનિર્વસિટીમાંથી બીએસસી આઈટીનો અભ્યાસ પૂરો કરનાર યુવકે બાદશાહ બ્રોકિંગની જાહેરાત જોઈ રોકાણ કર્યું હતું. પહેલીવારના રૂ.3 હજારના રોકાણ સામે રૂ.35,999 નફાની નકલી રસીદ અને સેબીનું ખોટું સર્ટિફિકેટ મોકલ્યું હતું. ગોતામાં રહેતા મયૂર પટેલે 17 જાન્યુઆરી 2026એ ઈન્સ્ટાગ્રામમાં બાદશાહ બ્રોકિંગ બિટકોઈનમાં રોકાણ કરી મોટા નફાની જાહેરાત આપી હતી. મયૂરે તેમાંની લિંક પર ક્લિક કરતા સામેથી વોટસએપમાં બાદશાહ નામના માણસ સાથે ચેટ શરૂ થઈ હતી. પહેલા 15 ટકા નફાની વાત કરતા મયૂરે રૂ.3 હજારનું રોકાણ કરતા તેને રૂ.35,999 નફાની રસીદ મોકલી હતી. બાદશાહ બ્રોકિંગના અધિકારી પંકજ ભારદ્વાજ સાથે વાત કરાવી સેબીનું સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું. જેથી વિશ્વાસમાં આવી મયૂરે રૂ.10.89 લાખનું રોકાણ કર્યું હતું. તેણે પૈસા વિડ્રો માટે પ્રોસેસ કરતા કમિશન, વોલેટ ચાર્જ, જીએસટીના યુપીઆઈથી કુલ રૂ.10.89 લાખ પડાવી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    સમુદ્ર પ્રદક્ષિણા' નવા ભારતના સંકલ્પ:25,500 દરિયાઈ માઇલની 314 દિવસની સફર કર્યા પછી નેવીની 9 મહિલા અધિકારીની વાપસી
    Next Article
    અરવલ્લી જિલ્લામાં 13857 હેક્ટર જમીનમાં કપાસના પાકની વાવણી થઈ છે:કપાસના પાકમાં સુકારાનો રોગ દેખાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment