Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન દફતર વિભાગનું વિકેન્દ્રીકરણ:138 જગ્યાઓ હવે તાલુકા કક્ષાએ કાર્યરત થશે, નાગરિકોને તાલુકા સ્તરે મળશે જમીન સંબંધિત સેવાઓ; મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય

    1 सप्ताह पहले

    રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જમીન દફતર (લેન્ડ રેકોર્ડ્સ) વિભાગના વિકેન્દ્રીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએ કાર્યરત જમીન દફતર નિરીક્ષક (Inspector of Land Records) વર્ગ-2ની 138 જગ્યાઓને તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તાલુકા કચેરીઓમાં આ જગ્યાઓ કાર્યરત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. હવે તાલુકા સ્તરે જ વધુ સેવાઓ ઉપલબ્ધ બનશે સરકારના નિર્ણય મુજબ જમીન દફતરની કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે થાય તેમજ ખેડૂતો, જમીનધારકો અને અરજદારોને જિલ્લા મથક સુધી ધક્કા ન ખાવા પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. અત્યાર સુધી અનેક જમીન માપણી, રેકોર્ડ સુધારણા અને અન્ય ટેક્નિકલ કામો માટે લોકોને જિલ્લા કચેરીનો સંપર્ક કરવો પડતો હતો, પરંતુ હવે તાલુકા સ્તરે જ વધુ સેવાઓ ઉપલબ્ધ બનશે. નવી રચાયેલી 138 જગ્યાઓને રાજ્યભરની વિવિધ તાલુકા કચેરીઓમાં ફાળવાશે પરિપત્ર અનુસાર જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ-2ના સંવર્ગની કેટલીક જગ્યાઓના નામાભિધાનમાં સુધારો કરીને તેને જમીન દફતર નિરીક્ષક (Inspector of Land Records) તરીકે કાર્યરત કરવામાં આવી છે. સાથે જ નવી રચાયેલી 138 જગ્યાઓને રાજ્યભરની વિવિધ તાલુકા કચેરીઓમાં ફાળવવાનો નિર્ણય લેવાયો છે. જમીન સંબંધિત કામગીરીમાં ઝડપ આવશે સરકારનું માનવું છે કે તાલુકા કક્ષાએ ટેક્નિકલ સ્ટાફ ઉપલબ્ધ થતાં જમીન સંબંધિત કામગીરીમાં ઝડપ આવશે, અરજીઓના નિકાલનો સમય ઘટશે અને સ્થાનિક સ્તરે નાગરિકોને વધુ સારી સુવિધા મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને જમીનધારકો માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થશે. જિલ્લા કક્ષાની જગ્યાઓ હવે તાલુકા કચેરીઓમાં કાર્યરત થશે
    Click here to Read More
    Previous Article
    ભાજપનું સાબરમતી નદી સફાઈ અભિયાન કે ફોટો સેશન?:અમદાવાદમાં મંત્રીઓ, ધારાસભ્યો અને નવનિયુક્ત કોર્પોરેટરો માત્ર 30 મિનિટમાં ફોટા પડાવી રવાના
    Next Article
    માળિયામાં આધેડની ગોળી મારી હત્યા:ધંધાકીય અદાવતમાં 6 શખ્સોએ ફાયરિંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment