Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સભામાં શાસક પક્ષના જ પૂર્વ મેયરે ભજવી વિપક્ષની ભૂમિકા:અધૂરા વિકાસ કાર્યો મુદ્દે ઉઠાવ્યા સવાલ, રત્નમાલા ઓવરબ્રિજનું કામ 6 મહિના પાછળ

    11 hours ago

    આજે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. સામાન્ય રીતે બોર્ડમાં વિપક્ષ દ્વારા શહેરમાં મંદ ગતિએ ચાલતા કે અટકી પડેલા વિકાસ કામોના મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે દ્રશ્ય કંઈક અલગ જ હતું. આ વખતની સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકા ખુદ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ ભજવી હતી. નવા કમિશનરના પ્રથમ બોર્ડમાં જ પૂર્વ મેયરે અધૂરા પ્રોજેક્ટ્સ મામલે સ્પષ્ટપણે રજૂઆત કરીને કમિશનર અને હાલના મેયરનું ધ્યાન દોર્યું હતું. પેન્ડિંગ ઠરાવોના અમલીકરણની માંગ સામાન્ય સભાની કાર્યવાહી અંગે વિગતવાર વાત કરતા પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, "બોર્ડમાં કમિશનરનો આજે પહેલો દિવસ હતો. મેં અમુક સૂચન કર્યા હતા કે ગત ટર્મમાં સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ જે ઠરાવ કર્યા હતા એનું જલ્દીમાં જલ્દી ઈમ્પ્લિમેન્ટેશન થાય. સોસાયટીમાં બ્લોક નાખવાના હતા તેમજ ટ્રીમિંગ માટે નવું મહેકમ ઊભું કરી તમામ ઝોનમાં નવી એજન્સી હાયર કરી સોસાયટીઓમાં ટ્રીમિંગની પ્રક્રિયા શરૂ કરવાનો ઠરાવ કરાયો હતો. આ મુદ્દે મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે કે તેનું ઝડપથી અમલીકરણ થાય." રત્નમાલા ઓવરબ્રિજનું કામ 6 મહિના પાછળ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે બની રહેલા બ્રિજના વિલંબ અંગે પણ તેમણે બોર્ડમાં સવાલ ઉઠાવ્યા હતા. બ્રિજ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, "જાન્યુઆરીમાં બ્રિજનું કામ પૂર્ણ કરવાની વેલિડિટી પૂરી થઈ ગઈ હતી. ફેબ્રુઆરીમાં એક સ્પાનનું ઈનોગ્રેશન થઈ ગયું હતું અને બીજો સ્પાન બે મહિનામાં આપી દેવાનો હતો. પરંતુ તેમાં 6 મહિના જેટલું લેટ થયું છે. અમરોલીનો બ્રિજ સુરતના તમામ રિવર બ્રિજમાં સૌથી વધુ ટ્રાફિકવાળો બ્રિજ છે. જો રત્નમાલા ઓવરબ્રિજનું કામ જલ્દી પૂર્ણ થાય તો પ્રજાને ટ્રાફિકમાંથી મુક્તિ મળે." ‘ચૂંટણીના કારણે અધિકારીઓ પર ફોલોઅપ નહોતું થયું’ કામોની ધીમી ગતિને લઈને પોતાની નારાજગી અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા દક્ષેશ માવાણીએ સ્પષ્ટતા કરી હતી કે, "મારી કોઈ નારાજગી નહોતી, પરંતુ ઇલેક્શનનો બે-ત્રણ મહિનાનો ટાઈમ ગયો તેમાં અધિકારીઓ પર જે ફોલોઅપ થવું જોઈએ તે નહોતું થયું. આ બાબતે મેં કમિશનરશ્રી અને મેયરશ્રીને ધ્યાન દોર્યું છે. મેં કહ્યું છે કે જે પ્રોજેક્ટો અધૂરા છે તેની પર યોગ્ય મોનિટરિંગ કરી અને જલ્દીમાં જલ્દી તેને પૂર્ણ કરી સુરતની પ્રજાને આપણે સમર્પિત કરીએ."
    Click here to Read More
    Previous Article
    પાણીના 15 ફૂટ ઉંચા ફુવારા ઉડયા !:રાજકોટનાં રંગોલી પાર્ક પાસે પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું, મનપાએ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું
    Next Article
    flydubai Hero Pilot Is Indian, Fought Off Colleague Who Stabbed Him: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment