Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રૂડ સસ્તું થતા ભારતમાં રોકાણ વધ્યું:ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં FPIનું ₹12,921 કરોડનું રોકાણ, જુલાઈમાં ભારતીય બજારમાં ₹20,200 કરોડ આવ્યા

    1 day ago

    વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં ₹12,921 કરોડનું મોટું રોકાણ કર્યું છે. ભારતીય અર્થતંત્રની સુધરતી સ્થિતિ, અમેરિકામાં વ્યાજ દરો ઘટવાની અપેક્ષા, ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ અને સ્થિર રૂપિયાને કારણે વિદેશી રોકાણકારોની ખરીદી ચાલુ છે. જુલાઈમાં થયેલા ₹20,200 કરોડના રોકાણ પછી સતત બીજા મહિને ભારતીય બજારમાં સકારાત્મક ફંડ ફ્લો જોવા મળી રહ્યો છે. સતત 4 મહિનાની વેચવાલી પછી ટ્રેન્ડ બદલાયો જૂનમાં ₹49,340 કરોડ, મેમાં ₹32,963 કરોડ, એપ્રિલમાં ₹60,847 કરોડ અને માર્ચમાં ₹1.17 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ વેચવાલી પછી જુલાઈથી બજારમાં ટ્રેન્ડ બદલાયો છે. CDSLના આંકડા મુજબ, માર્ચથી જૂન સુધી સતત ચાર મહિનાની વેચવાલી પહેલા FPIsએ ફેબ્રુઆરીમાં ₹22,615 કરોડનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ જુલાઈમાં ₹20,200 કરોડનો ઇનફ્લો નોંધાયો, જેના કારણે ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી છે. 2026માં અત્યાર સુધીમાં ₹2.41 લાખ કરોડ ઉપાડ્યા તાજેતરની ખરીદી છતાં, વિદેશી રોકાણકારો 2026માં અત્યાર સુધી ભારતીય ઇક્વિટીમાં કુલ મળીને નેટ સેલર રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં FPIs ભારતીય શેરબજારમાંથી ₹2.41 લાખ કરોડ રૂપિયા ઉપાડી ચૂક્યા છે. આ આંકડો આખા વર્ષ 2025માં થયેલી ₹1.66 લાખ કરોડ રૂપિયાની કુલ વેચવાળી કરતાં પણ વધુ થઈ ગયો છે. સેકન્ડરી માર્કેટ અને લિસ્ટેડ કંપનીઓમાં રસ વધ્યો ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ Trackkના કો-ફાઉન્ડર અને CEO વેદાંત ગુપ્તેએ જણાવ્યું કે તાજેતરનું રોકાણ બજારમાં સુધરતા સેન્ટિમેન્ટનું પરિણામ છે. અમેરિકામાં રેટ કટની અપેક્ષા, ક્રૂડ ઓઇલની ઘટતી કિંમતો અને સ્થિર રૂપિયાએ રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. વેદાંત ગુપ્તેએ જણાવ્યું હતું કે RBI દ્વારા વૃદ્ધિ અને મોંઘવારી અંગે આપવામાં આવેલા સારા આઉટલુકે રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. ભારતીય શેરોમાં વિદેશી હિસ્સેદારી હાલમાં નીચલા સ્તરે છે, જેના કારણે નવા ફંડ્સ માટે ઘણી તક બાકી છે. આ ઉપરાંત, તાજેતરની ખરીદીનો મોટો હિસ્સો માત્ર IPOને બદલે સેકન્ડરી માર્કેટમાંથી આવી રહ્યો છે, જે લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી રોકાણકારોની ઊંડી રુચિ દર્શાવે છે. ભૂ-રાજકીય તણાવ ઘટવાથી સેન્ટિમેન્ટ સુધર્યું બજાજ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) પબિત્રો મુખર્જીનું માનવું છે કે FIIs અને DIIs દ્વારા સતત ચાલુ ખરીદી પાછળ ભૂ-રાજકીય (જિયોપોલિટિકલ) તણાવનું ઓછું થવું એ એક મુખ્ય કારણ છે. તણાવ ઓછો થવાથી વૈશ્વિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું છે, જેનાથી ભારતીય શેરબજારને મજબૂત ટેકો મળ્યો છે. ઓટો-હેલ્થકેર સેક્ટર બન્યા પ્રથમ પસંદગી જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું કે FPIsની ખરીદીમાં એક ખાસ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારો ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર જેવા સેક્ટર્સ પર વધુ ભરોસો મૂકી રહ્યા છે અને તેમાં ઝડપથી ફાળવણી વધારી રહ્યા છે. ડેટ માર્કેટમાં પણ પૈસા લગાવી રહ્યા છે વિદેશી રોકાણકારો શેરબજારની સાથે-સાથે વિદેશી રોકાણકારોનો ઝોક ભારતીય ડેટ માર્કેટમાં પણ સતત જળવાઈ રહ્યો છે. સમીક્ષાધીન સમયગાળા દરમિયાન FPIsએ જનરલ રૂટ દ્વારા ભારતીય ડેટ માર્કેટમાં ₹622 કરોડનું રોકાણ કર્યું છે. શું હોય છે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ? એવા વિદેશી રોકાણકારો કે સંસ્થાઓ જે કોઈ દેશના શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે ડેટ માર્કેટમાં નાણાકીય લાભ માટે પૈસા રોકે છે. તેઓ કંપનીઓમાં સીધું મેનેજમેન્ટ કે ઓપરેશનલ કંટ્રોલ લેતા નથી. શું હોય છે સેકન્ડરી માર્કેટ? તે નાણાકીય બજાર જ્યાં પહેલાથી લિસ્ટેડ શેરોની ખરીદ-વેચાણ રોકાણકારો વચ્ચે થાય છે (જેમ કે BSE અથવા NSE). આમાં પૈસા સીધા કંપનીને ન જતાં વેચનાર રોકાણકાર પાસે જાય છે.
    Click here to Read More
    Previous Article
    रांची आंदोलन: छात्रों और सरकार के बीच बातचीत का नया दौर, डबल गेम का आरोप लगा रहे प्रोटेस्टर्स
    Next Article
    મહાકાળના દર્શન કરીને પરત ફરતાં વડોદરાનાં 6 યુવકોનાં મોત:ઉજ્જૈન હાઈવે પર રોંગ સાઈડથી આવતી ટ્રકે ઈકોને ટક્કર મારી, વાનમાં ફસાયેલાં મૃતદેહને કાચ તોડી બહાર કઢાયા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment