Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમની સપાટી ઘટી:135 મીટરે પહોંચતા રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઈન શરૂ કરાયા, ડેમમાંથી નદીમાં 40,435 ક્યુસેક અને કેનાલમાં 5,950 ક્યુસેક પાણી છોડાયું

    12 hours ago

    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 20 સેન્ટિમીટરનો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 135.13 મીટર નોંધાઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોવાથી મહત્તમ સપાટીથી હવે માત્ર 3.55 મીટર જ નીચે પાણીનું સ્તર છે. 135 મીટરથી ઉપર સપાટી પહોંચતા RBPHના 6 ટર્બાઇન શરૂ નર્મદા ડેમની જળસપાટી 135 મીટરથી ઉપર પહોંચતા નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમ દ્વારા ચાલુ સિઝનમાં પ્રથમવાર રિવરબેડ પાવરહાઉસ (RBPH)ના તમામ 6 ટર્બાઇન શરૂ કરવામાં આવ્યા છે. પાવરહાઉસ કાર્યરત થતાં વીજ ઉત્પાદન સાથે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. ડેમમાં 15,930 ક્યુસેક પાણીની આવક હાલ ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 15,930 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ રિવરબેડ પાવરહાઉસ મારફતે નર્મદા નદીમાં 40,435 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરાંત કેનાલમાં પણ 5,950 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આવક કરતાં જાવક વધુ, જળસપાટીમાં ઘટાડાની શક્યતા ડેમમાં હાલની આવકની સરખામણીએ પાણીની કુલ જાવક 46,385 ક્યુસેક છે. એટલે કે ડેમમાં જેટલું પાણી આવી રહ્યું છે તેના કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ પાણી બહાર છોડવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને કારણે આગામી સમયમાં ડેમની જળસપાટીમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. નર્મદા નદીમાં બે કાંઠે પાણીનો પ્રવાહ રિવરબેડ પાવરહાઉસ મારફતે મોટી માત્રામાં પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીનો પ્રવાહ પણ વધ્યો છે. નર્મદા નદી હાલ અનેક સ્થળોએ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં પણ પાણીના પ્રવાહ પર નજર રાખવામાં આવી રહી છે. ડેમ 88.70 ટકા ભરેલો, 7,893.91 MCM લાઇવ સ્ટોરેજ હાલ સરદાર સરોવર નર્મદા ડેમ 88.70 ટકા ભરાયેલો છે. ડેમમાં 7,893.91 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જળસપાટીમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ડેમમાં હજુ પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણીનો સંગ્રહ છે. વીજ ઉત્પાદન સાથે પાણી છોડવાની કામગીરી યથાવત ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ છે. બીજી તરફ રિવરબેડ પાવરહાઉસમાં વીજ ઉત્પાદન સાથે નર્મદા નદી અને કેનાલમાં પાણી છોડવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે. આવક અને જાવકના આંકડાઓને ધ્યાનમાં લેતા આગામી દિવસોમાં ડેમની જળસપાટીમાં કેવો ફેરફાર થાય છે તેના પર તંત્રની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ ગઈ હતી લઠ્ઠાકાંડની તપાસમાં અને ઝડપાયો જુગાર:સમર્પણ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પાસેથી 23,500નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સુરતની સરકારી શાળામાં લુખ્ખા તત્વોની દારૂની મહેફિલ:બાળકોની બેન્ચ પર જામ છલકાવતો વીડિયો વાયરલ થતાં ચકચાર, ભેસ્તાન પોલીસે તપાસ શરુ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment