Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની સરકારી શાળામાં લુખ્ખા તત્વોની દારૂની મહેફિલ:બાળકોની બેન્ચ પર જામ છલકાવતો વીડિયો વાયરલ થતાં ચકચાર, ભેસ્તાન પોલીસે તપાસ શરુ કરી

    11 hours ago

    સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થા અને દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ નગરની સરકારી શાળામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા બિન્ધાસ્તપણે દારૂની મહેફિલ માણવામાં આવી હોવાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિદ્યાના પવિત્ર ધામ સમાન શાળાના વર્ગખંડમાં રાત્રિના અંધારામાં દારૂ પીવાઈ રહ્યો હોવાની ઘટના સામે આવતાં શિક્ષણ જગત અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. બાળકોની બેન્ચ પર પ્લાસ્ટિકના ગ્લાસ મૂકી દારૂ પીરસાયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે રાત્રિના સમયે શાળાના એક વર્ગખંડમાં 5થી 6 જેટલા અજાણ્યા શખ્સો આરામથી બેસીને દારૂ પી રહ્યા છે. જ્યાં દિવસે નિર્દોષ બાળકો બેસીને શિક્ષણ મેળવે છે તે જ પાટલીઓ (બેન્ચ) પર પ્લાસ્ટિકના ગ્લાસ અને દારૂની બોટલો ગોઠવીને જામ છલકાવાઈ રહ્યા હતા. આ સમગ્ર શરમજનક ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી વાયરલ કરી દીધો હતો. વાયરલ વીડિયોને પગલે ભેસ્તાન પોલીસ એક્શન મોડમાં શાળા સંકુલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક ભેસ્તાન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આ વીડિયો કઈ તારીખનો છે, આ જ શાળાનો છે કે અન્ય કોઈ સ્થળનો અને તે હાલનો છે કે જૂનો તે તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી શાળાની પવિત્રતા જોખમાવનારા તત્વો સામે કડક કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે. શખ્સોની ઓળખ કરી કડક પગલાં લેવાશે: PI એસ. બી. દેસાઈ આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એસ. બી. દેસાઈએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસને માહિતી મળી છે. હાલ વીડિયોની સત્યતા તેમજ સમયગાળા અંગે ટેકનિકલ અને સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે. વીડિયોમાં દેખાતા અજાણ્યા શખ્સોની ઓળખ મેળવવાની કવાયત તેજ કરી દેવાઈ છે અને પુરાવાના આધારે તમામ સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા ડેમની સપાટી ઘટી:135 મીટરે પહોંચતા રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઈન શરૂ કરાયા, ડેમમાંથી નદીમાં 40,435 ક્યુસેક અને કેનાલમાં 5,950 ક્યુસેક પાણી છોડાયું
    Next Article
    ગાંધીનગર મનપાની ફૂડ શાખાની લાલ આંખ:NFSU-GNLUની કેન્ટિન સહિત 18 હોટલોમાં દરોડા, ભારે ગંદકી બદલ 2 જાણીતી રેસ્ટોરન્ટ 3 દિવસ માટે સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment