Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ગઈ હતી લઠ્ઠાકાંડની તપાસમાં અને ઝડપાયો જુગાર:સમર્પણ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પાસેથી 23,500નો મુદ્દામાલ જપ્ત

    13 hours ago

    ભાવનગર શહેર અને જિલ્લામાં લઠ્ઠાકાંડના પગલે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકની સૂચનાથી સ્ટ્રાઇકિંગ ફોર્સના પોલીસ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ભરત નગર વિસ્તારમાંથી પાંચ ઈસમો જુગાર રમતા ઝડપી લીધા હતા આ બનાવ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ભરતનગર ગાયત્રીનગર વિસ્તારમાં તપાસ અર્થે ફરતા સમયે સમર્પણ સોસાયટી ચોકમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાનું નજરે પડ્યું હતું, પોલીસે તાત્કાલિક ત્યા પહોંચી સ્થળને કોર્ડન કરી પંચોની હાજરીમાં રેડ કરી હતી, આ કાર્યવાહી દરમિયાન તીનપતીનો હારજીતનો જુગાર રમતા શંકર લક્ષ્મણભાઇ ગીદવાણી ઉ.વ.60, રહે. દેવ એન્કલેવ, ઘોઘાજકાતનાકા, પ્રીયાંક જગદિશભાઈ મુળરાજાણી ઉ.વ.35, રહે. સમર્પણ સોસાયટી, ગાયત્રીનગર, વિજય મેધરાજભાઈ રાજાણી ઉ.વ.27, રહે. તખ્તેશ્વર રેસીડન્સી, દિલીપ નારણભાઇ રામનાણી ઉ.વ.43, રહે. શીવરંજની સોસાયટી તથા ગૌતમ નારણભાઈ ગીદવાણી ઉ.વ.૩૬, રહે. દેવ એન્કલેવ, ઘોઘાજકાતનાકા તમામ 5 શખ્સોને ઝડપી લીધા હતા, પોલીસે જુગારના પટ્ટમાંથી જુગાર રમવાના ગંજીપત્તાના પાના તેમજ રોકડા રૂ.23,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા તમામ સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી....
    Click here to Read More
    Previous Article
    આશ્રમશાળાઓને વૈધાનિક દરજ્જો અપાશે:શિક્ષણ વિભાગ અંતર્ગત લેવા CM સમક્ષ ફાઇલ મોકલાશે, GSLSA આશ્રમ શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ઉપર કામ કરશે
    Next Article
    નર્મદા ડેમની સપાટી ઘટી:135 મીટરે પહોંચતા રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઈન શરૂ કરાયા, ડેમમાંથી નદીમાં 40,435 ક્યુસેક અને કેનાલમાં 5,950 ક્યુસેક પાણી છોડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment