Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ડૉ. આંબેડકરની 135મી જન્મજયંતી:શોભાયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

    16 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને શહેરીજનો જોડાયા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન હિંમતનગરના શારદાકુંજ સોસાયટી પાસે આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનથી થયું હતું. આ યાત્રા ખેડ તસીયા રોડ, મહાવીરનગર ચાર રસ્તા અને ટાવર ચોક પરથી પસાર થઈ સિવિલ સર્કલ પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન 'જય ભીમ'ના નારા ગુંજ્યા હતા. સિવિલ સર્કલ ખાતે ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શોભાયાત્રાનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક અગ્રણીઓએ બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતોને જીવનમાં અપનાવવા અપીલ કરી હતી. તેમણે યુવાનોને શિક્ષણમાં આગળ વધવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    'પાંચ વર્ષ કંઇ કામ કર્યું નહીં અને હવે દેખાયા':વોર્ડ 7માં ભાજપ ઉમેદવાર શ્વેતા ચૌહાણ સામે લોકોમાં આક્રોશ, કહ્યું-કામો ફક્ત સો. મીડિયામાં જ થયા છે
    Next Article
    સુરેન્દ્રનગરમાં LCBએ પોણા કરોડનો દારૂ ઝડપ્યો:ટ્રકમાંથી વિદેશી દારૂની નાની-મોટી 11220 બોટલો મળી, ગેડીયાની બિલ્કીસબાનુ મંગાવ્યો, ₹1.01 કરોડનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment