Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં LCBએ પોણા કરોડનો દારૂ ઝડપ્યો:ટ્રકમાંથી વિદેશી દારૂની નાની-મોટી 11220 બોટલો મળી, ગેડીયાની બિલ્કીસબાનુ મંગાવ્યો, ₹1.01 કરોડનો મુદ્દામાલ જપ્ત

    13 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સેડલા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 1,01,56,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ વિશેષ અભિયાન સુરેન્દ્રનગર જિલ્લાના I/C પોલીસ અધિક્ષક વેદિકા બિહાની (IPS) ના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને મળેલી સૂચના મુજબ જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બાતમીના આધારે ટ્રકમાં તપાસ LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે સેડલા ગામના ભરત પાટી સીમ વિસ્તારમાં એક શંકાસ્પદ ટ્રકની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 11,220 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ દારૂના જથ્થાની કિંમત 76,56,000 રૂપિયા આંકવામાં આવી છે. મુદ્દામાલ અને ધરપકડની કાર્યવાહી પોલીસે દારૂના જથ્થા સાથે 25,00,000 રૂપિયાની કિંમતનો ટ્રક પણ જપ્ત કર્યો છે. આમ, કુલ 1,01,56,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ હસ્તક લેવામાં આવ્યો છે. દારૂ મંગાવનાર સામે ગુનો દાખલ આ મામલે બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે ટ્રકના ચાલક, માલિક, દારૂ મોકલનાર અજાણ્યા શખ્સ અને દારૂ મંગાવનાર ગેડીયા નિવાસી બિલ્કીસબાનુ હનીફખાન મલેક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ડૉ. આંબેડકરની 135મી જન્મજયંતી:શોભાયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા
    Next Article
    Greenpeace Warns Of Radioactivity Risk At Chernobyl After Shell Damage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment