Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઈલના વધુ વપરાશ બાબતે પિતાએ ઠપકો આપતાં પુત્રનો આપઘાત:રાધાકૃષ્ણનગરમાં ધોળા દિવસે 1.35 લાખની ચોરી કરનાર કુખ્યાત હિસ્ટ્રીશીટરનો સગીર પુત્ર ઝડપાયો

    1 day ago

    રાજકોટના કોઠારીયા રોડ પર જડેશ્વર વિસ્તારમાં મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતાં 25 વર્ષીય પુત્રએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. રોશનભાઈ પીબધન ચૌહાણ (ઉં.વ.25) ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા 108ને બોલાવતા 108ના EMT રોશનને મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતો હતો માટે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 1.35 લાખની ચોરી કરનાર કુખ્યાત હિસ્ટ્રીશીટરનો સગીર પુત્ર ઝડપાયો જંગલેશ્વર મેઈન રોડ પર રાધાકૃષ્ણ નગર 13માં રહેતા હંસાબેન કમલેશભાઈ કુંવરિયાએ ગઇ તા.3 જુલાઈના રોજ ભકિતનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારે 9 વાગ્યે તેઓ કામ પર નીકળી અને સાંજે 6 વાગ્યે ઘર પર આવતા અંદરથી ડેલી બંધ હોય જેથી પાડોશીના મકાનમાંથી પ્રવેશ કરી ડેલી ખોલતા ઘરનો દરવાજો ખુલ્લો હતો જેમાં અંદર કબાટમાંથી સોનાનો 10 ગ્રામનો ચેન, સોનાની બુટી, વીટી, સોનાનું ઓમકાર પેન્ડલ, ચાંદીના સાંકળા 50,000 રોકડા સહિત રૂ.1,35,174ની ચોરી થયાનું માલુમ પડયુ હતું. બનાવ અંગે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરી કરનાર સગીર વયનો આરોપી હાલ કોઠારીયા મેઇન રોડ પર દેવપરા તરફ જવાના રસ્તે સોનાની દુકાને ચોરાઉ દાગીના વેચવાની ફીરાકમાં છે જેથી પોલીસે તુરંત ચોરી કરનાર સગીરને ઝડપી લઇ તેની પાસેથી સોનાનો ચેઇન, બુટી, વીટી, ઓમકાર અને ચાંદીના સાંકળા સહિત તમામ દાગીના કબ્જે કર્યા હતાં. આરોપીના પિતા સામે 30 જેટલા ગંભીર ગુના નોંધાયા બાળ આરોપીની પુછતાછ કરતા તે રાધાકૃષ્ણનગરમાં તેના સંબંધીના ઘરે રોકાવા આવ્યો હતો દરમિયાન તેણે ફરિયાદીની દીનચર્યા જાણી તે દિવસ દરમિયાન કામ પર હોય તે વાતનો ખ્યાલ આવતા બાજુના ઘરની દીવાલ ટપી મકાનમાં પ્રવેશયો હતો. ત્યાં મકાનની ચાવી પડી હોય જે ચાવી લઇ ઘરમાં ઘૂસી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. મોજશોખ પુરા કરવા ચોરી કર્યાની કબુલાત આપી હતી. ચોરી કરેલા દાગીના આરોપી પાસેથી પોલીસે કબજે કર્યા છે જયારે રોકડ રકમ બાબતે પોલીસે પુછપરછ કરતા તેણે રોકડ રકમ રૂ.50 હજાર મોજશોખમાં ખર્ચી નાખી હોવાનુ રટણ કર્યું હતું. જેથી આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ચોરીના ગુનામાં ઝડપાયેલા સગીરનો પરિવાર અગાઉ જંગલેશ્વરમાં રહેતો હતો અને હાલ આ પરિવાર થોરાળા વિસ્તારમાં રહે છે. સગીરના પિતા આસિફ ગંધારો લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે ગંભીર પ્રકારના 30 ગુના નોંધાઇ ચૂકયા હોવાનું સામે આવ્યું છે. લોક અદાલતમાં 37 હજારથી વધુ કેસો મુકાયા રાજકોટ જિલ્લા ન્યાયાલય અને તમામ તાલુકાની કોર્ટોમાં આજે લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 37000થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવ્યું હતું. તેના ભાગરુપે રાજકોટ જિલ્લા ન્યાયાલય દ્વારા પણ જે. આર. શાહના માર્ગદર્શન તથા નેતૃત્વ હેઠળ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજવામાં આવી હતી. આ તકે જુદી - જુદી વિમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધિકારીઓ સહભાગી થયા હતા. આજના દિવસે જુદી જુદી કેટેગરીના 37000થી વધુ પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. જે પૈકી એક ક્લેઇમ કેસના સમાધાનમાં હેમાલીબેન મલયભાઈ પારેખને વાહન અકસ્માતમાં ગંભીર ઈજા થતા વીમા કંપનીએ 62 લાખ સમાધાન કરી ચૂકવ્યા હતા આ ચેક મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહના હસ્તે અરજદારને અર્પણ કરવામાં આવ્યો હતો. કોઠારિયાના નામચીન ગુનેગાર સાગર કાલીયા પાસામાં ધકેલાયો આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના એક રીઢા ગુનેગાર સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજીડેમ પોલીસ ટીમ દ્વારા જયનગર મફતીયાપરા, કોઠારીયા મેઈન રોડ ખાતે રહેતા સાગર દિપક કાલીયા નામના રીઢા ગુનેગાર વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેને પોલીસ કમિશનર દ્વારા મંજુર કરતા તેમની ટીમ દ્વારા આ વોરંટની બજવણી કરીને આરોપી સાગર કાલીયાની અટકાયત કરી તેને ભુજ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવી છે. આરોપી વિરુધ્ધ છેલ્લા દોઢ વર્ષમાં 4 ગંભીર ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં ભાવિકોના પર્સ, મોબાઈલ ખોવાયા:દ્વારકા પોલીસે ગણતરીના કલાકોમાં શોધીને મૂળ માલિકોને સુરક્ષિત રીતે સોંપ્યા
    Next Article
    મોરબીમાં ગાયત્રી પરિવારે 1200 કેરીના રોપાનું વિતરણ કર્યું:પર્યાવરણ જાગૃતિ માટે ત્રણ દિવસીય સેવા યજ્ઞ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment