Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન:જિલ્લાના 1341 મતદાન મથકો પર 11.60 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

    6 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આજે, 26 એપ્રિલે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાઈ રહ્યું છે. જિલ્લાના 1341 મતદાન મથકો પર 11.60 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીઓમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, 10 તાલુકા પંચાયતો, તેમજ ધ્રાંગધ્રા, ચોટીલા, પાટડી અને લીંબડી નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થાન નગરપાલિકાના એક વોર્ડની એક બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. કુલ 377 બેઠકો પર ચૂંટણી જાહેર થઈ હતી, પરંતુ ભાજપે મતદાન પહેલા જ 38 બેઠકો બિનહરીફ જીતી લેતા હવે 339 બેઠકો પર મતદાન થશે. ઝાલાવાડની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદારોનું મૌન અકળ રહ્યું છે. મતદારો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોની સભાઓ અને રેલીઓમાં જોવા મળ્યા છે. તેથી, આજે મતદારો કોના પક્ષમાં મતદાન કરશે તે કહેવું મુશ્કેલ છે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય અને મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકો પર અર્ધલશ્કરી દળોની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે ઈવીએમ મશીનો સીલ કરીને સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા નિર્ધારિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. મતગણતરી 28 એપ્રિલે થશે, ત્યારે જ મતદારોનો ચુકાદો સ્પષ્ટ થશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પૈકી 3 બિનહરીફ થતા 49 બેઠકો માટે 136 ઉમેદવારો મેદાનમાં છે. 10 તાલુકા પંચાયતની 180 બેઠકો માટે 512 ઉમેદવારો, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 98 ઉમેદવારો અને 4 નગરપાલિકાની કુલ 112 બેઠકોમાંથી 28 બિનહરીફ થતા બાકીની બેઠકો માટે 189 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. મતદાર યાદીની વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લામાં સરની કામગીરી પહેલા કુલ 13,66,275 મતદારો હતા. કામગીરી પૂર્ણ થયા બાદ 21,415 મતદારોનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે 21,316 નવા મતદારો ઉમેરાયા છે. આ બદલાયેલા મતદારો ચૂંટણી પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં આજે લોકશાહીનું પર્વ:10.66 લાખ મતદારો જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
    Next Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ:પોરબંદર-છાયા મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ 1.43 લાખથી વધુ મતદારો મતદાન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment