Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ:પોરબંદર-છાયા મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ 1.43 લાખથી વધુ મતદારો મતદાન કરશે

    6 days ago

    પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. પોરબંદર-છાયા મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ 1.43 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર-છાયા મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ પૈકી 11 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. કુલ 1,43,114 મતદારો નોંધાયેલા છે, જેમાં 73,301 પુરુષ, 69,811 સ્ત્રી અને 2 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં 154 મતદાન મથકો પર 105 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણીનો માહોલ ગરમાયો છે. પોરબંદર જિલ્લા પંચાયતની 18 મતદાર મંડળોની 16 બેઠકો માટે 36 ઉમેદવારો વચ્ચે જંગ છે, જ્યાં 2,38,606 મતદારો મતદાન કરશે. પોરબંદર તાલુકા પંચાયતની 22 મતદાર મંડળોની 18 બેઠકો માટે 41 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 1,32,108 મતદારો નોંધાયેલા છે. રાણાવાવ તાલુકા પંચાયતની 16 મતદાર મંડળોની 14 બેઠકો માટે 32 ઉમેદવારો અને 47,857 મતદારો છે. જ્યારે કુતિયાણા તાલુકા પંચાયતની 16 મતદાર મંડળોની 15 બેઠકો માટે 37 ઉમેદવારો અને 54,644 મતદારો છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ ઉપરાંત, રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં 1-1 બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. રાણાવાવ નગરપાલિકામાં 4,463 મતદારો અને કુતિયાણા નગરપાલિકામાં 1,809 મતદારો નોંધાયેલા છે. બંને જગ્યાએ 2-2 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકામાં 56 સંવેદનશીલ અને 3 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. પોરબંદર જિલ્લા પંચાયતમાં 114 સંવેદનશીલ અને 31 અતિસંવેદનશીલ મથકો છે. તેવી જ રીતે, પોરબંદર તાલુકા પંચાયતમાં 33 સંવેદનશીલ અને 25 અતિસંવેદનશીલ, જ્યારે કુતિયાણા તાલુકા પંચાયતમાં 24 સંવેદનશીલ અને 6 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. આ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની બાજ નજર હેઠળ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, જેથી નાગરિકો નિર્ભયપણે મતદાન કરી શકે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન:જિલ્લાના 1341 મતદાન મથકો પર 11.60 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
    Next Article
    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:NMCની 50, જિલ્લા પંચાયતની 21 બેઠકો પર 441 ઉમેદવારોનું ભાવી EVMમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment