Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત બેંક કર્મચારી સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયા:રૂ.1.33 કરો પડાવનાર ગેંગનું દુબઈ કનેક્શન, 2.49 કરોડનો નફો બતાવી વધુ 50 લાખ માંગતા ભોપાળું છતું થયું

    1 day ago

    ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી રોહિત જોષી સાથે ફોરેક્સ ટ્રેડિંગના નામે રૂ.1.33 કરોડથી વધુ રકમની સાયબર ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મે અને જૂન મહિના દરમિયાન અજાણ્યા વોટ્સઅપ નેટવર્ક અને બોગસ વેબસાઈટ મારફતે ટૂંકા સમયમાં મોટા નફાની લાલચ આપી ઠગોએ 13 અલગ-અલગ બેંક ખાતાઓમાં રૂ.1,33,55,800 ટ્રાન્સફર કરાવી લીધા હતા. આભાસી નફો બતાવી રકમ ઉપાડવા માટે વધુ રૂ.50 લાખ માગવામાં આવતા સમગ્ર ઠગાઈ છતી થઈ હતી, જેના પગલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિશ્વાસ કેળવવા શરૂઆતમાં વળતર આપ્યું ગત 10 મેના રોજ ફરિયાદી રોહિતભાઈના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ મેસેજ આવ્યો હતો, જેમાં ફોરેક્સ રોકાણ માટે વેબસાઈટ લીંક (https://widdgcx.vip) આપી દુબઈના વોટ્સઅપ નંબર સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં વૃદ્ધે રૂ.10,200નું રોકાણ કર્યું હતું, જેની સામે ઠગોએ ચાલાકીપૂર્વક રૂ.27,000 પરત જમા કરાવ્યા હતા. ત્યારબાદ રૂ.2,200 સામે રૂ.5,000 અને રૂ.8,000ના ટ્રાન્સફર સામે રૂ.11,200 પરત આપી સ્કીમ સાચી હોવાનો અંધવિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. બોગસ વોટ્સઅપ ગૃપ અને કરોડોનું ટ્રાન્સફર ત્યારબાદ 'દીપેશ ચાવરા' નામના શખ્સે ફરિયાદીને '20KoVip-4 Single Combination Data' નામના વોટ્સઅપ ગૃપમાં ઉમેર્યા હતા, જ્યાં અન્ય બોગસ સભ્યો લાખો રૂપિયાનો નફો કમાઈ રહ્યા હોવાના બનાવટી મેસેજ મૂકતા હતા. આ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને વૃદ્ધે CS601 નામના કોન્ટેક્ટ દ્વારા મેળવેલા બેંક ખાતાઓમાં 22 મે થી 29 જૂન વચ્ચે પોતાના અને પરિવારના 4 ખાતાઓમાંથી 13 ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.1,33,55,800 ટ્રાન્સફર કરી દીધા હતા. આભાસી નફો દર્શાવી વધુ નાણાંની માગણી રોકાણ કર્યા બાદ વેબસાઈટ પર તેમની રકમ સામે રૂ.2,49,99,840નો આભાસી પ્રોફિટ બતાવવામાં આવી રહ્યો હતો. જોકે, જ્યારે તેમણે આ રકમ વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ વધુ રૂ.50 લાખ ભરવાની માગણી કરી હતી. વધુ નાણાં ન હોવાથી તેમણે પોતાના પુત્ર પાર્થ જોષી સાથે વાત કરી હતી, જેના આધારે વિગતો ચકાસતાં જ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    એકતાનગર ખાતે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ:16 રાજ્યોના 120 ખેલાડીઓ ભાગ લેશે, પ્રથમવાર મહિલાઓનો સમાવેશ
    Next Article
    ઉકાઈમાં 108 એમ્બ્યુલન્સ ટીમની સરાહનીય કામગીરી:રસ્તામાં જ સગર્ભાની કરાવવામાં આવી સફળ પ્રસૂતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment