Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતાનગર ખાતે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ:16 રાજ્યોના 120 ખેલાડીઓ ભાગ લેશે, પ્રથમવાર મહિલાઓનો સમાવેશ

    1 day ago

    ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્ર દ્વારા એકતાનગર ખાતે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ટપાલ વિભાગ પોતાના કર્મચારીઓમાં ખેલદિલી અને ભાઈચારાની ભાવના વધારવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજે છે. આ ટુર્નામેન્ટનું ઔપચારિક ઉદ્ઘાટન 19 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 કલાકે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, ગુજરાતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરે, SOU ઓથોરિટીના એડમિનિસ્ટ્રેટર અમિત અરોરા અને વડોદરા ડાક પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ દિનેશ કુમાર શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે પ્રથમવાર મહિલાઓની 4 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. વડોદરા ડાક પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ દિનેશ કુમાર શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ 19 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાતના એકતા નગર ખાતે જીએસસી બેંક, સહકાર ભવનમાં યોજાશે. સમગ્ર ભારતમાંથી કુલ 18 ડાક પરિમંડળની ટીમો ભાગ લેશે, જેમાં 16 રાજ્યોમાંથી આવેલા 120 જેટલા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. આ સ્પર્ધા સ્વિસ સિસ્ટમ પર આધારિત રહેશે, જેમાં ટીમ અને વ્યક્તિગત એમ બંને ચેમ્પિયનશિપ રમાશે. ભાગ લેનારા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને યજમાન ગુજરાતનો સમાવેશ થાય છે. ગત વર્ષે ગોવા ખાતે યોજાયેલી 37મી ચેમ્પિયનશિપમાં ટીમ ઈવેન્ટમાં તમિલનાડુ ડાક પરિમંડળ ચેમ્પિયન બન્યું હતું, જ્યારે બિહાર અને ઓડિશા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. વ્યક્તિગત ચેમ્પિયનશિપમાં ઓડિશાના સાહુ ઉત્કલ રંજને વિજય મેળવ્યો હતો. આ વર્ષે પણ દેશના અગ્રણી પોસ્ટલ ચેસ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાચીન શીતળાકુંડ મંદિરે સાતમે ઉમટી ભક્તોની ભારે ભીડ:​જૂનાગઢના પ્રખ્યાત શીતળાકુંડ ખાતે શીતળા સાતમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ, મોટી સંખ્યામાં મહિલાઓએ પૂજન-અર્ચન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા
    Next Article
    નિવૃત્ત બેંક કર્મચારી સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયા:રૂ.1.33 કરો પડાવનાર ગેંગનું દુબઈ કનેક્શન, 2.49 કરોડનો નફો બતાવી વધુ 50 લાખ માંગતા ભોપાળું છતું થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment