Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    133 મુસાફરોના જીવ માંડ બચ્યા!:એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન પૈડું નીકળી ગયું, નોઝ ગિયર તૂટતા થાઈલેન્ડમાં હાર્ડ લેન્ડિંગ

    4 days ago

    થાઈલેન્ડમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ બુધવારે બપોરે લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બની. વિમાન રનવે પર ઉતરતા જ તેનું નોઝ ગિયર તૂટી ગયું અને આગળનું પૈડું અલગ થઈ ગયું. આ ફ્લાઇટ હૈદરાબાદથી ફુકેટ જઈ રહી હતી. થાઈ અખબાર ધ નેશન અનુસાર, ઘટના બાદ થોડા સમય માટે રનવે બંધ કરવો પડ્યો હતો, જોકે વિમાનમાં સવાર તમામ 133 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. આ ફ્લાઇટ નિર્ધારિત સમય પહેલા ફુકેટ પહોંચી ગઈ હતી. વિમાનનો નિર્ધારિત લેન્ડિંગનો સમય સવારે 11:40 હતો, પરંતુ તે 11:24 વાગ્યે જ ઉતરી ગયું. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનનું લેન્ડિંગ ખૂબ ઝડપી થયું, જેના કારણે તેના આગળના લેન્ડિંગ ગિયરને નુકસાન થયું. પૈડું અલગ થઈ જવાને કારણે વિમાનને તરત રનવે પરથી હટાવી શકાયું નહીં. એર ઇન્ડિયા બોલ્યું- નોઝ વ્હીલમાં સમસ્યા આવી એરપોર્ટ અધિકારીઓએ પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લીધી. વિમાનમાં સાત ક્રૂ સભ્યો, 131 મુસાફરો અને બે બાળકો સવાર હતા. આ ઘટના પછી, ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટે રનવેને અસ્થાયી રૂપે બંધ કરી દીધો જેથી વિમાનને હટાવી શકાય અને રનવેની સુરક્ષા તપાસ કરી શકાય. એરપોર્ટ અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ AXB938 હૈદરાબાદથી ફુકેટ આવી હતી. આ વિમાન બોઇંગ 737-800 હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર VT-BWQ છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે પુષ્ટિ કરીએ છીએ કે 11 માર્ચે અમારી હૈદરાબાદ-ફુકેટ ફ્લાઇટમાં ફુકેટ એરપોર્ટ પર નોઝ વ્હીલમાં સમસ્યા આવી હતી." નોઝ વ્હીલ એરક્રાફ્ટના લેન્ડિંગ ગિયર સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 6 વાગ્યા સુધી ફુકેટ એરપોર્ટનો રનવે બંધ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે વિમાનનું લેન્ડિંગ ખૂબ ઝડપી થયું હતું, જેના કારણે નોઝ લેન્ડિંગ ગિયરને નુકસાન થયું અને વિમાન રનવે પરથી હટી શક્યું નહીં. ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટે બપોરે 12:08 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રનવે બંધ રહેવાની સૂચના જાહેર કરી. આ સાથે એરપોર્ટ પ્રશાસને સંબંધિત એજન્સીઓ સાથે મળીને પરિસ્થિતિ સંભાળી અને તમામ સુરક્ષા નિયમોનું પાલન કર્યું. એરપોર્ટે પ્રભાવિત મુસાફરોને જણાવ્યું છે કે તેઓ એરપોર્ટ આવતા પહેલા પોતાની એરલાઇનનો સંપર્ક કરીને ફ્લાઇટની સ્થિતિ અને યાત્રા સંબંધિત માહિતી ચોક્કસપણે તપાસી લે, જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકાય. ------------------------- આ સમાચાર પણ વાંચો એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ₹399 મોંઘી:ભારતીય એરલાઇન્સે ઈન્ટરનેશનલ ભાડામાં 15% વધારો કર્યો; ઇરાન યુદ્ધને કારણે જેટ ઇંધણના ભાવ બમણા થયા મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. એર ઇન્ડિયા 12 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર ₹399નો ફ્યુઅલ સરચાર્જ લાદશે. આનો અર્થ એ કે તમારે હવે ટિકિટ ખરીદતી વખતે વધારાના ₹399 ચૂકવવા પડશે. એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ સરચાર્જ વસૂલશે. બ્લૂમબર્ગે એ પણ અહેવાલ આપ્યો છે કે ભારતીય એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભાડામાં આશરે 15% વધારો કર્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ અને એપસ્ટીનનો ‘ટાઈટેનિક પોઝ’:વોશિંગ્ટનમાં રાતોરાત ખડકાઈ ટ્રમ્પ અને યૌન અપરાધી એપસ્ટીનની વિવાદાસ્પદ મૂર્તિ, નામ આપ્યું 'કિંગ ઓફ ધ વર્લ્ડ'
    Next Article
    Editor’s View: ઈરાન યુદ્ધની આગ આપણાં રસોડાં સુધી પહોંચી:બાટલાની બબાલ વચ્ચે પાઈપ ગેસવાળાને પણ પરસેવા છૂટશે, ગેસની અછત પાછળના કારણોનું સચોટ એનાલિસિસ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment