Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ અને એપસ્ટીનનો ‘ટાઈટેનિક પોઝ’:વોશિંગ્ટનમાં રાતોરાત ખડકાઈ ટ્રમ્પ અને યૌન અપરાધી એપસ્ટીનની વિવાદાસ્પદ મૂર્તિ, નામ આપ્યું 'કિંગ ઓફ ધ વર્લ્ડ'

    1 week ago

    અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ પાર્કમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનની પ્રતિમા રાતોરાત સ્થાપિત કરવામાં આવી છે. સવારે લોકોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનની આ વિવાદાસ્પદ પ્રતિમા જોઈ. કલાકારોના જૂથ ‘સીક્રેટ હેન્ડશેક’ દ્વારા રાતોરાત સ્થાપિત કરવામાં આવેલી આ 3.6 મીટર ઊંચી ગોલ્ડ પ્રતિમામાં બંને આકૃતિઓને પ્રખ્યાત ફિલ્મ 'ટાઈટેનિક'ના આઇકોનિક પોઝમાં દર્શાવવામાં આવ્યા છે. 'કિંગ ઓફ ધ વર્લ્ડ' ગણાવતું આ આર્ટવર્ક એવા સમયે સામે આવ્યું છે જ્યારે એપસ્ટીન કેસના નવા જાહેર થયેલા દસ્તાવેજોમાં ટ્રમ્પના નામનો વારંવાર ઉલ્લેખ થતા ફરી એકવાર વિવાદોનું વાવાઝોડું ફૂંકાયું છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઇન્સ્ટોલેશન કલાકારોના એક ગ્રુપ ‘સીક્રેટ હેન્ડશેક’ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. તેને કોઈ સત્તાવાર જાહેરાત વિના આ અઠવાડિયે અચાનક સ્થાપિત કરી દેવામાં આવ્યું. આ સમૂહે પહેલા પણ આ જ પ્રકારના વિરોધ સાથે સંકળાયેલા આર્ટવર્ક લગાવ્યા છે. તાજેતરમાં ફેરાગટ સ્ક્વેરમાં 'જેફ્રી એપસ્ટીન વોક ઓફ શેમ' નામથી એક અન્ય ઇન્સ્ટોલેશન લગાવવામાં આવ્યું હતું. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 30 જાન્યુઆરીએ એપસ્ટીન કેસ સાથે સંકળાયેલા કેટલાક નવા રેકોર્ડ જાહેર કર્યા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સેંકડો વાર નોંધાયેલું છે. 3.6 મીટર ઊંચી આ શિલ્પકૃતિ એક જહાજના આગળના ભાગમાં બે આકૃતિઓ દર્શાવે છે, જે "ટાઈટેનિક" ફિલ્મના પોઝની યાદ અપાવે છે. સોનેરી રંગથી રંગાયેલી, આ કૃતિ કેપિટોલ અને વોશિંગ્ટન સ્મારક વચ્ચે મૂકવામાં આવી છે. અહીં જુઓ ફોટોઝ… વોશિંગ્ટનના નેશનલ મોલમાંથી ટ્રમ્પની એપસ્ટીન સાથે હાથ પકડેલી પ્રતિમા હટાવી દેવામાં આવી હતી આ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દિવંગત ફાઇનાન્સર અને જાતીય અપરાધી જેફરી એપસ્ટીનને હાથ પકડીને મજા કરતા દર્શાવતી એક પ્રતિમાને 24 સપ્ટેમ્બર, 2025નાં રોજ વોશિંગ્ટનના નેશનલ મોલ પરથી હટાવી દેવામાં આવી હતી, જ્યાં તેને ગુપ્ત રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ તસવીરમાં રાષ્ટ્રપતિ અને દોષિત યૌન અપરાધી, જેઓ ભૂતકાળમાં મિત્રો હતા, એકસાથે ખુશ દેખાતા, મોટી સ્મિત સાથે અને પગ ફેલાવીને બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા. એપસ્ટીનના ‘કાળા ચિઠ્ઠા’માં 38,000 વખત ટ્રમ્પનું નામ અમેરિકામાં ન્યાય વિભાગે કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા નવા દસ્તાવેજો જાહેર કર્યા છે. એફબીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં મહિલાએ દાવો કર્યો હતો કે એપસ્ટીને તેની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવી હતી. ટ્રમ્પે તેનું યૌન શોષણ કર્યું. તે સમયે તે સગીર હતી. આ પાના અગાઉ જાહેર કરવામાં આવ્યા ન હતા. એફબીઆઈએ મહિલાના દાવાઓ સંબંધિત 4 ઇન્ટરવ્યુ કર્યા હતા. પરંતુ શરૂઆતી રિલીઝમાં માત્ર એક ઇન્ટરવ્યુનો સાર દેખાયો, જેમાં મહિલાએ એપસ્ટીન વિરુદ્ધ આરોપો જણાવ્યા હતા. બાકીના ત્રણ ઇન્ટરવ્યુ ગાયબ થવા પર સવાલો ઉઠી રહ્યા હતા. અધિકારીઓએ હવે કહ્યું કે તેમને ભૂલથી ‘ડુપ્લિકેટ’ માની લેવામાં આવ્યા હતા, તેથી રોકી દેવામાં આવ્યા હતા. જોકે, પછીની સમીક્ષામાં આ વાત ખોટી સાબિત થઈ. ટ્રમ્પ પર ફાઇલ દબાવવાનો આરોપ અમેરિકાના વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ આ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે કે ટ્રમ્પ સરકાર એપસ્ટીન સંબંધિત દસ્તાવેજોને કેવી રીતે હેન્ડલ કરી રહી છે. ડેમોક્રેટ્સનો આરોપ છે કે ટ્રમ્પ પ્રશાસને એપસ્ટીન તપાસ સંબંધિત એવી માહિતીઓ દબાવી, જે ટ્રમ્પને નુકસાન પહોંચાડી શકતી હતી. હાઉસની એક કમિટીએ એટર્ની જનરલ પામ બોન્ડીને નોટિસ જારી કરવાના પક્ષમાં વોટ કર્યો. તેમને કોર્ટમાં જવાબ આપવો પડશે. મહિલાનો એ પણ દાવો છે કે છેલ્લા ઘણા વર્ષોમાં તેને અને તેના નજીકના લોકોને ચૂપ રહેવા માટે ઘણા ધમકીભર્યા ફોન કોલ પણ આવ્યા હતા. મહિલાનું માનવું છે કે આ કોલ એપસ્ટીન સાથે સંકળાયેલા લોકો તરફથી હોઈ શકે છે. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…
    Click here to Read More
    Previous Article
    ઓમાનના સલાલાહ પોર્ટમાં ઓઈલ સ્ટોરેજ પર ડ્રોન હુમલો:ટેન્કોમાં લાગી આગ, સુલતાને ઈરાની રાષ્ટ્રપતિને ફોન કરીને નારાજગી વ્યક્ત કરી
    Next Article
    133 મુસાફરોના જીવ માંડ બચ્યા!:એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન પૈડું નીકળી ગયું, નોઝ ગિયર તૂટતા થાઈલેન્ડમાં હાર્ડ લેન્ડિંગ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment