Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1321 દીવડાની મહાઆરતી:સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે ‘સર્વોત્સવ 2026’ની ઉજવણી, 151 વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક શંખનાદ કરાયો

    12 hours ago

    કડી સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સર્વ વિદ્યાલય કેમ્પસમાં નવરાત્રી મહોત્સવ અંતર્ગત ‘સર્વોત્સવ 2026’ની અત્યંત ભવ્ય અને શ્રદ્ધામય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પવિત્ર નવરાત્રીના સાતમા નોરતે કેમ્પસ પરિસરમાં જગતજનની મા અંબાની વિશાળ મહાઆરતીનું ખાસ આયોજન કરાયું હતું. આ ધાર્મિક અવસરે એકસાથે 1321 દિવડાઓની રોશનીથી સમગ્ર પરિસર ઝળહળી ઊઠ્યું હતું. આ સાથે જ 151 વિદ્યાર્થીઓએ એકસાથે અને એકસૂરે દિવ્ય શંખનાદ કરીને સમગ્ર કેમ્પસ અને આસપાસના વિસ્તારને ભક્તિરસથી સરોબાર કરી દીધો હતો. ‘સર્વોત્સવ 2026’ હેઠળ સંકુલ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવ થકી કેમ્પસની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મા અંબાની આરાધના કરવાની સાથોસાથ સંસ્કૃતિને જાળવીને ગરબે રમવાનો ઉત્સવમય અવસર પ્રાપ્ત થાય છે. ચાલુ વર્ષે પણ ‘સર્વોત્સવ 2026’ હેઠળ સમગ્ર કેમ્પસમાં રંગબેરંગી રોશની અને આકર્ષક મંડપ શણગાર કરવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. સાતમા નોરતાની ભવ્ય મહાઆરતી યોજાઈ સાતમા નોરતાની સાંજે યોજાયેલી આ ભવ્ય મહાઆરતીમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ, સંસ્થાના હોદ્દેદારો, કર્મચારીઓ, શિક્ષકો અને આમંત્રિત મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સૌ ઉપસ્થિત મહાનુભાવોએ માતાજીની પૂરજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આરતી પશ્ચાત વિદ્યાર્થીઓએ અને મહેમાનોએ ગરબાના પરંપરાગત તાલ પર મોડી રાત સુધી ગરબે ઘુમીને નવરાત્રીની ઉજવણીનો આનંદ માણ્યો હતો. 1321 દીવડાની રોશની અને 151 વિદ્યાર્થીઓના સામૂહિક શંખનાદે ધાર્મિક આસ્થા, પરંપરા અને યુવા ઉત્સાહનો સુંદર સમન્વય સર્જીને આજના દિવસને અવિસ્મરણીય બનાવી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ, 15 ઘાયલ:સ્ટ્રક્ચર તૂટી પડવાની આશંકા, ઘાયલોની સંખ્યા વધી શકે છે
    Next Article
    રીંગ રોડ પર પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ:22 ઓક્ટોબરે સેન્ટ્રલ, વરાછા, અઠવા સહિત અડધા સુરતમાં સંપૂર્ણ પાણીકાપ, 23મીએ પણ નહીંવત પાણી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment