Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીંગ રોડ પર પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ:22 ઓક્ટોબરે સેન્ટ્રલ, વરાછા, અઠવા સહિત અડધા સુરતમાં સંપૂર્ણ પાણીકાપ, 23મીએ પણ નહીંવત પાણી મળશે

    11 hours ago

    સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રીંગ રોડ પર ચાલી રહેલા MMTH પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં પાણી પહોંચાડતી 900 mm વ્યાસની મુખ્ય સી.આઈ. લાઈનમાં મોટું લીકેજ સર્જાયું છે. ફાલસા વાડી પોલીસ સ્ટેશનની સામે થયેલા આ લીકેજને તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ રિપેરિંગ કામગીરી તારીખ 21 ઓક્ટોબર,2026, બુધવારે રાત્રે 11:00 વાગ્યાથી શરૂ થઈને તારીખ 23/10/2026, શુક્રવારે સવારે 05:00 વાગ્યા સુધી સતત ચાલશે. કયા ઝોનમાં ક્યારે પાણી નહીં મળે આ લાંબી સમારકામ કામગીરીને કારણે તારીખ 22/10/2026, ગુરુવારના રોજ શહેરના સેન્ટ્રલ ઝોનના ઉત્તર અને દક્ષિણ બંને ભાગોમાં સંપૂર્ણપણે પાણી પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત પૂર્વ ઝોન-એ (વરાછા), સાઉથ ઝોન (ઉધના-એ), સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) તેમજ નોર્થ ઝોન (કતારગામ) ના કેટલાક વિસ્તારોમાં પણ ગુરુવારે પીવાનું પાણી મળશે નહીં. રિપેરિંગ પૂર્ણ થયા બાદ પણ તંત્ર દ્વારા લાઈન ચાર્જ કરવાની પ્રક્રિયા ચાલતી હોવાથી તારીખ 23 ઓક્ટોબર,2026, શુક્રવારના રોજ આ તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો સામાન્ય કરતાં ખૂબ ઓછા પ્રેશરથી, મર્યાદિત જથ્થામાં અથવા નહીંવત માત્રામાં મળવાની શક્યતા રહેશે. સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જાહેરાતની ગંભીરતાપૂર્વક નોંધ લે. આગામી બે દિવસ દરમિયાન પાણીની તંગી ન સર્જાય તે માટે ગુરુવાર પહેલાં જ પોતાની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી લેવો અને ઉપલબ્ધ પાણીનો અત્યંત કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. તંત્ર દ્વારા સમારકામ દરમિયાન શહેરીજનોને પડનારી અગવડ બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે અને જરૂરી કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    1321 દીવડાની મહાઆરતી:સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે ‘સર્વોત્સવ 2026’ની ઉજવણી, 151 વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક શંખનાદ કરાયો
    Next Article
    US Man Loses Rs 4.7 Crore To Fraudsters Posing As Women Online

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment