Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટોરેજ એરિયા અને ફ્રીજમાં વંદા, જીવાતનો ઉપદ્રવ!:રાજકોટનાં દેવ ફાસ્ટફૂડમાંથી 132 કિલો અખાદ્ય જથ્થો મળતા તેનો નાશ કરી સીલ મરાયું, મનપાએ 38 પેઢીઓ તપાસી 3 નમૂનાઓ લીધા

    20 hours ago

    રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે લાલ આંખ કરવામાં આવી છે. રાજકોટ શહેરના નિર્મળા રોડ પર ICICI બેન્ક સામે આવેલ "દેવ ફાસ્ટ ફૂડ" માં તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં અત્યંત ગંદકી, વાસી ખોરાક, જીવાત અને વંદાનો ભારે ઉપદ્રવ જોવા મળતા આ પેઢીને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. પેઢીમાંથી 132 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સહિત ફૂડ વિભાગે 38 પેઢીઓની તપાસ કરી કુલ 147 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. અને 3 નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નિર્મલા રોડ પર આવેલ "દેવ ફાસ્ટ ફૂડ" માં જ્યારે ફૂડ વિભાગની ટીમે તપાસ કરી ત્યારે ત્યાં ભયાનક અસ્વચ્છતા જોવા મળી હતી. જેમાં પેઢીના ફ્રીઝ, સ્ટોરેજ અને પ્રિપેરેશન એરિયામાં ખૂબ અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી અને સડેલો ખોરાક રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ફ્રીઝ તથા સ્ટોરેજ એરિયામાં મરેલા વંદા, જીવાત અને ઉંદરનો પણ મોટો ઉપદ્રવ જોવા મળ્યો હતો. આ કારણે પેડીને હાઈજેનિક કન્ડિશન સુધારવા અને યોગ્ય સ્ટોરેજ કરવા તથા નિયમિત પેસ્ટ કંટ્રોલ કરાવવા અંગેની નોટિસ આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, આ તપાસ દરમિયાન સ્થળ પરથી 40 Kg પડતર અને સડેલી ડુંગળી, 45 Kg ગ્રેવી, પ્રિપેર્ડ મસાલો, ચટણી તથા બાફેલા શાકભાજી, 34 Kg રાઈસ, નૂડલ્સ, મંચૂરિયન અને કાપેલા શાકભાજી તેમજ 13 Kg પડતર સોસ અને લોટનો જથ્થો મળી આવ્યો હતો. આ રીતે દેવ ફાસ્ટ ફૂડમાંથી જ કુલ 134 Kg અખાદ્ય અને વાસી ખોરાક મળી આવતા SWM (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ)ના વાહન દ્વારા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ દેવ ફાસ્ટ ફૂડને સીલ કરીને રૂ. 10,000નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા અન્ય પેઢીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. શક્તિ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, સંતકબીર રોડ ખાતે આવેલ "વિજય શીંગ સેન્ટર" માંથી રોસ્ટેડ પીનટ્સ અને રોસ્ટેડ ચણાના નમૂના લેવામાં આવ્યા હતા તથા પેઢીને નોટિસ આપી રૂ. 2000 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. ભક્તિનગર સર્કલ પાસે આવેલ "કિસ્મત એન્ટરપ્રાઇઝ (છાશ વાલા)" ને નોટિસ આપી ત્યાંથી ચોકલેટ લસ્સી (લૂઝ) નો નમૂનો લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યો હતો. રોલેક્સ રોડ પર આવેલ "શ્રીજી ફાસ્ટફૂડ" માંથી 4 Kg વાસી મીઠી ચટણી અને 6 Kg વડાપાઉંનો મસાલો મળી કુલ 10 Kg જથ્થાનો નાશ કરી, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી રૂ. 2000 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. બજરંગ વાડી ખાતે આવેલ "શ્રીરામ ખમણ" માંથી પણ 5 લિટર વાસી મીઠી ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને હોસ્ટેલોમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાવનગર રોડ પર આવેલ ગુર્જર પ્રજાપતિ હોસ્ટેલ, ITI રાજકોટ હોસ્ટેલ, બી. કે. મોદી ફાર્મસી કોલેજ હોસ્ટેલ અને સરકારી પોલિટેકનીક કોલેજ હોસ્ટેલના રસોડાની પણ તપાસ કરવામાં આવી હતી. આ સિવાય મોટા મવા વિસ્તારમાં આવેલ સોડાવાલા, શ્રીજી માર્ટ, શુભ બેકરી, પટેલ સુપર સ્ટોર, પૃષ્ટિ પ્રોવિઝન સ્ટોર, ઓમ પ્રોવિઝન સ્ટોર, ક્રિષ્ના જનરલ સ્ટોર, મારુતિ આઈસ્ક્રીમ તેમજ મવડી વિસ્તારના પટેલ ગાંઠીયા અને મહાકાળી પાણીપુરી સહિતની પેઢીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ફૂડવિભાગે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરની કુલ 38 પેઢીઓ તથા રેસ્ટોરન્ટોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન જુદી જુદી જગ્યાએથી કુલ મળીને 147 Kg અખાદ્ય અને વાસી ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ અને લાઈસન્સ બાબતે કુલ 4 પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમની પાસેથી રૂ. 14000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત, FSSAI એક્ટ હેઠળ ખાદ્ય પદાર્થોના 3 નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જે-તે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    SIR મુદ્દે ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર:કહ્યું- ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ નથી, નિર્ણયો સર્વસંમતિથી લેવાયા, Form-6માં પણ કોઈ ફેરફાર નથી
    Next Article
    એક્સિડન્ટ કરી મારી નાખવાની ધમકી:સુરતમાં 15 વર્ષની વિદ્યાર્થિનીએ બોલવાનું બંધ કરતાં પ્રેમી-માનેલા ભાઈએ બુલેટ પર પીછો કર્યો; પ્રેમી, તેના મિત્રની ધરપકડ, માનેલા સગીર ભાઈની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment