Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંજુસર પોલીસની મોટી કાર્યવાહી:પોલીસે 13.15 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 10 આરોપીઓની ધરપકડ, કુલ 78 લાખનો મુદ્દામાલ જપ્ત

    7 hours ago

    વડોદરા જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે લાખોની કિંમતનો દારૂ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ 78,93,991નો મુદ્દામાલ સાથે 10 અરોપીઓને ઝડપી પાડયા છે. દારુનો જથ્થો પાસ-પરમિટ વગર ગુજરાતમાં લાવી તેની હેરાફેરી કરતા મંજુસર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, દુમાડ ગામની સીમમાં રોડ પર આવેલા મહિન્દ્રા ટ્રેક્ટરના શો-રૂમની સામે પાર્કિંગની ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ એકબીજાની મદદગારીથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીનનો મોટો જથ્થો પાસ-પરમિટ વગર ગુજરાતમાં લાવી તેની હેરાફેરી કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે રેડ કરતા સ્થળ પરથી વિદેશી દારૂ/બિયરની કુલ 11,172 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 13.15 લાખ સાથે વાહન, મોબાઈ અને રબર મટીરીયલ્સ અને બિલ્ટી સહિતનો સામાન મળી કુલ રૂપિયા 78,93,991નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરમિયાન 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 10 આરોપીઓની ધરપકડ કરી આ કાર્યવાહીમાં પોલીસે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ વડોદરા શહેર, દાહોદ અને રાજસ્થાનના રહેવાસી છે. પકડાયેલા મુખ્ય આરોપીઓમાં હિતેન કુલવાણી, દિવ્યરાજસિંહ વાઘેલા, જગદીશસિંહ રાજપુત અને અન્ય શ્રમિકોનો ને ઝડપી લેવામાં આવ્યા છે . જ્યારે એક આરોપી નેનુસિંગ (રહે. રાજસ્થાન) ને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે મંજુસર પોલીસે બધું તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના 72 વર્ષીય ગૌભક્તનો અનોખો સંકલ્પ:જ્યાં સુધી ગાય 'રાષ્ટ્રમાતા' જાહેર નહીં થાય અને ગૌ-હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ ત્યાં સુધી શર્ટ કે કુર્તાનો ત્યાગ
    Next Article
    શાંતાબેન ડાભી ટ્રસ્ટ દ્વારા પાણીની પરબ શરૂ:સુરેન્દ્રનગર મનપાના વોર્ડ 9ના કોર્પોરેટરોએ ઉદ્ઘાટન કર્યું, રાહદારીઓને મળશે રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment