Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ઐયાશ પતિની કરતૂતોથી મહિલા કોન્સ્ટેબલ ત્રાહિમામ:દહેજમાં ફોર્ચ્યુનર કાર-1.30 લાખ ન મળતા પતિ-સાસરિયાઓએ માર મારી ઘરમાંથી કાઢી મુકી, પુત્ર પણ છીનવી લીધો

    14 hours ago

    ગાંધીનગરના સેક્ટર 4/એ વિસ્તારમાં રહેતી અને પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે પતિના અન્ય સ્ત્રી સાથેના અવૈધ સંબંધો અને દહેજમાં ફોર્ચ્યુનર કાર-રૂપિયા 1.30 લાખની માંગણીથી ત્રાહિમામ પોકારી ઉઠી કલોલ તાલુકા પોલીસના શરણે પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પેથાપુરના પાર્ટી પ્લોટમાં લગ્ન થયા હતા મહિલા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 35 વર્ષીય કોન્સ્ટેબલ પર દહેજની અતિશય માંગણીઓ અને શારીરિક-માનસિક ત્રાસનો ગંભીર મામલો સામે આવ્યો છે. તેમના લગ્ન 15 જૂન 2015ના રોજ પેથાપુરમાં એક પાર્ટીL પ્લોટમાં હિન્દુ ધર્મની વિધિ મુજબ થયા હતા. આ લગ્ન બાદ સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો. પોલીસની નોકરી મળી, મોડા આવવા પર ટોણાં માર્યાં શરૂઆતમાં પરિસ્થિતિ સામાન્ય હતી. પરંતુ પતિ કોઈ કામ ધંધો ન કરતા હોવાથી પીડિતા પર નોકરી શોધવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેણીને પોલીસ ખાતામાં નોકરી મળી જતાં સાસરિયાઓનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું. પોલીસની નોકરીનો ચોક્કસ સમય ન હોવાથી મોડા આવવા પર મેણાંટોણાં મારવામાં આવતા અને તેમનો પૂરો પગાર પણ સાસરિયાઓ દ્વારા લઈ લેવામાં આવતો હતો. પતિએ લાકડીથી માર માર્યો, સાસુ-સસરાએ નોકરી છોડાવાની ધમકી આપી સાસરિયાઓ દ્વારા અવારનવાર દહેજ બાબતે મહેણાં મારીને પિયરથી ફોર્ચ્યુનર ગાડી અથવા 1.30 લાખ રૂપિયા લઈને આવવા દબાણ કરાતું હતું. આ માંગણીઓ પૂરી ન થતાં પતિ લાકડીથી સખત માર માર્યો હતો અને સાસુ સસરાએ નોકરી છોડાવી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત તમામ સોનાના દાગીના પણ બળજબરીથી કઢાવી લઈ સેક્ટર-6 નાગરિક બેંકના લોકરમાં મૂકી દેવામાં આવ્યા હતા. પતિને છેલ્લા 3 વર્ષથી અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પતિને છેલ્લા 3 વર્ષથી કુડાસણમાં રહેતી મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. પતિ અને તે મહિલાના ઉદેપુર, આબુ તથા રીસોર્ટમાં રોકાવાના અસંખ્ય પુરાવા અને ચેટિંગ પણ હાથ લાગ્યા હતા. આ અનૈતિક સંબંધોનો વિરોધ કરવા પર સાસરિયાઓ અને ફોઈજીના દીકરાએ ભેગા મળીને મહિલા કોન્ટેબલને બદનામ કરવાના હેતુથી વર્ષ 2022માં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ખોટું અને મનઘડંત લખાણ લખાવી બળજબરીથી સહી કરાવી લીધી હતી. લોનના 3 લાખ રુપિયા નવી ગાડીના ડાઉન પેમેન્ટમાં ભરી દીધા આ સિવાય પોલીસ વિભાગમાંથી લીધેલી 3 લાખની લોનના રૂપિયા પણ જબરજસ્તી છીનવીને નવી ગાડીના ડાઉન પેમેન્ટમાં વાપરી નાખવામાં આવ્યા હતા. 15 જુલાઈ 2026ના રોજ સાસરિયાઓ દ્વારા ફરીથી મોટો ઝઘડો કરી મારઝૂડ કરવામાં આવી હતી અને તેમના સગીર પુત્રને તેમની પાસેથી છીનવી લઈ ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા હતા. હાલ પીડિતા પોતાના પિયરમાં રહે છે. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હિરણ ડેમ 2માં નવા પાણીની આવક શરૂ:વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ સહિત હોદ્દેદારોએ સ્થિતિની સમીક્ષા કરી
    Next Article
    લાલપુરના મોડપર ગામે ગોડાઉનમાં જુગાર રમતા 6 પકડાયા:પોલીસે ₹51 હજાર રોકડ કબજે કરી, વધુ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment