Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 સિટિંગ કોર્પોરેટરોની વિદાય નક્કી:ભાજપ શહેર પ્રમુખની સ્વૈચ્છિક પીછેહઠ, SIR વિવાદમાં ફસાયેલા વિક્રમ પાટીલનું પત્તું કપાશે; જાણો કોણ ઇન, કોણ આઉટ?

    13 hours ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કડક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેના કારણે અનેક જૂના જોગીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ખાસ કરીને 60 વર્ષની વયમર્યાદા અને 'નો રિપીટેશન'ની થિયરીને કારણે શહેર પ્રમુખ પરેશ પટેલ અને વિવાદોમાં ઘેરાયેલા વિક્રમ પાટીલ જેવા મોટા માથાઓની ટિકિટ કપાશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પરેશ પટેલની સ્વૈચ્છિક પીછેહઠ ભાજપ દ્વારા સંગઠન અને સત્તામાં યુવા લોહીને પ્રાધાન્ય આપવાની નીતિને કારણે આ વખતે અનેક સિનિયર નેતાઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. સુરત ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ પોતે 60 વર્ષની વય વટાવી ચૂક્યા હોવાથી, તેમણે પક્ષની શિસ્તને માન આપી આ વખતે દાવેદારી કરી નથી. પરેશ પટેલના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે જો શહેર પ્રમુખ પોતે જ મેદાનમાંથી ખસી જતા હોય, તો અન્ય વયસ્ક કોર્પોરેટરો માટે પણ હવે કોઈ જગ્યા બચી નથી. SIR વિવાદમાં ફસાયેલા વિક્રમ પાટીલનું પત્તું પણ કપાશે વોર્ડ દીઠ બેઠકોના સમીકરણોમાં આ વખતે સૌથી વધુ ચર્ચા વિક્રમ પોપટ પાટીલની થઈ રહી છે. માત્ર ઉંમર જ નહીં, પણ તેમના મત વિસ્તારમાં થયેલી કામગીરીને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. એસઆઈઆર (SIR) ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિક્રમ પાટીલ વિવાદમાં આવ્યા હતા. આરોપ છે કે મુસ્લિમ વિસ્તારોમાં અનેક ફોર્મમાં તેમણે જીવિત વ્યક્તિઓને પણ મૃત જાહેર કરી દીધા હતા. આ પ્રકારની ગંભીર બેદરકારી અને વિવાદોને જોતા ભાજપ હાઈકમાન્ડ તેમને ટિકિટ ન આપીને ડેમેજ કંટ્રોલ કરવાના મૂડમાં છે. ત્રણ ટર્મવાળા 6 કોર્પોરેટરો આઉટ ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ માત્ર ઉંમર જ નહીં પણ ત્રણ ટર્મ પૂર્ણ કરનાર નેતાઓને પણ તક નહીં આપવાની નીતિ પર અડગ છે. આ યાદીમાં રાજુ જોળિયા, રાકેશ માળી અને સોમનાથ મરાઠે જેવા દિગ્ગજ નામો સામેલ છે. વર્ષોથી સત્તા પર રહેલા આ ચહેરાઓને બદલે નવા ચહેરાઓને તક આપીને એન્ટી-ઈન્કમ્બન્સી ખાળવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યું છે. રોહિણી પાટીલ અને રમીલાબેન પટેલ જેવા મહિલા કોર્પોરેટરોએ પણ હવે સંગઠન માટે કામ કરવું પડશે. 13 સિટિંગ કોર્પોરેટરોની વિદાય સુરતના 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ભાજપમાં ટિકિટની ખેંચતાણ ચાલી રહી છે ત્યારે ઉંમરના બાધને કારણે 13 જેટલા સિટિંગ કોર્પોરેટરોના નામ પર લાલ પેન ફરી ગઈ છે. નાગર પટેલ, બંસુ યાદવ અને કેતન મહેતા જેવા પાયાના કાર્યકરો પણ હવે ચૂંટણીના મેદાનમાં જોવા નહીં મળે. આ નિર્ણયથી ભાજપમાં જૂના અને નવા કાર્યકરો વચ્ચે સમતુલન જાળવવું પડકારજનક બનશે, પરંતુ હાઈકમાન્ડના આ આકરા વલણથી સ્પષ્ટ છે કે પક્ષ કોઈ પણ કિંમતે યુવા અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને જ મેદાનમાં ઉતારશે. કોણ ઇન, કોણ આઉટ? સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તનના મૂડમાં હોય તેમ જણાય છે, જેમાં ખાસ કરીને ઉંમર અને લાંબા કાર્યકાળના માપદંડોને કારણે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ યાદીમાં સૌથી મોટું નામ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલનું છે, જેઓ 60 વર્ષની વય મર્યાદાને કારણે આ વખતે દાવેદારીથી દૂર રહ્યા છે. તેમની સાથે 60 વર્ષથી વધુ વયના અન્ય 13 કોર્પોરેટરો પણ પ્રભાવિત થયા છે, જેમાં વિવાદિત SIR કામગીરીને લઈને ચર્ચામાં આવેલા વિક્રમ પોપટ પાટીલ ઉપરાંત રમીલા પટેલ, નાગર પટેલ, બંસુ યાદવ, કનુ પટેલ, કેતન મહેતા, સોનલ દેસાઈ, નરેશ ધામેલીયા, બળવંતભાઈ પટેલ, કાંતાબેન વાકોડિકેર, વિનોદ પટેલ અને શરદ પાટીલનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, પક્ષની 'નો-રિપીટ' પોલિસી હેઠળ સતત ત્રણ ટર્મ પૂર્ણ કરનાર અનુભવી ચહેરાઓ જેવા કે રાજુ જોળિયા, રાકેશ માળી, સોમનાથ મરાઠે, રોહિણી પાટીલ, પૂર્ણિમા દાવલે અને રમીલાબેન પટેલને પણ આ વખતે ઉમેદવારીની તક મળે તેમ લાગતું નથી, જેના કારણે સુરત મનપાના રાજકારણમાં નવા ચહેરાઓનો ઉદય નિશ્ચિત બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    'ઝેરી સાપ' નિવેદન પર નીતિન નવીન બોલ્યા-આ કોંગ્રેસની ભાષા છે:ખડગે માત્ર BJP-RSS વિરુદ્ધ બોલી રહ્યા છે, સમાજમાં ઝેર ઘોળવાનો પ્રયાસ
    Next Article
    ભાવનગર મનપા ચૂંટણીમાં ભાજપના 15થી વધુના કોર્પોરેટરની ટીકીટ કપાઇ શકે:ભાજપના ગઢમાં 'નો રિપીટ થીયરી' ની ચર્ચા, જાણો કયા દિગ્ગજોના પત્તા કપાઈ શકે?, સાંજ સુધીમાં નામો જાહેર થવાની શકયતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment