Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:અનુ.જાતિની મહિલાને મેયર બનાવે તો વોર્ડ નં.13 અને 9ના સભ્યો દાવેદાર

    2 days ago

    વિપુલ જોશી|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં ભાજપને 52માંથી 51 બેઠકો જીતીને ભવ્ય વિજય સાથે પહેલી મનપાની સત્તા સંભાળી છે. ત્યારે ભાજપથી લઇને શહેરીજનોમાં એક જ સવાલ છે કે હવે પહેલા મેયર કોણ બનશે. પહેલા મેયર માટે અનુ.જાતિનું રોટેશન છે. પરંતુ તેમાં પુરૂષ કે સ્ત્રીનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. બીજી ટર્મમાં અનુ.મહિલાનો ઉલ્લેખ છે. સુરેન્દ્રનગર મનપાની પહેલી ટર્મમા જો પુરૂષ મેયર બનાવાય આવે તો વોર્ડ નં 6ના રાકેશભાઇ રાઠોડનું નામ મોખરે છે. આ ઉપરાંત વોર્ડ નં-8ના ગજેન્દ્રભાઇ ચૌહાણ અને વોર્ડ નં 11ના રવીભાઇ રાઠોડના નામો ચર્ચામાં છે. રાકેશભાઇના પત્ની અગાઉ સભ્ય રહી ચૂકયા છે. બીજુ કે રાકેશભાઇના ભાઇ મૃગેશભાઇ રાઠોડે ભાજપમાં નોંધનીય કામગીરી કરી છે. પક્ષમાં અનેક લોકોના પ્રિય બની ગયા હતા. પરંતુ અકસ્માતમાં તેમનું નાની ઉંમરે અવાસન થયુ હતુ. આથી તેમણે કરેલા કામનું પક્ષ ઉપર ઋણ છે. તે ઋણ ચૂકવવા માટે પક્ષ તેમને મેયર બનાવી શકે છે. જયારે ગજેન્દ્રભાઇએ વર્ષોથી કાર્યાલય ઉપર પક્ષની સેવા કરી છે. આ બે પુરૂષ ઉમેદવાર વચ્ચે મેયર માટેની હોડ લાગી છે. બીજી બાજુ સ્ત્રીને પણ મેયર બનાવવાની પક્ષમાં વિચારણા ચાલી રહી છે. જેમાં વોર્ડ નં 13ના કુસુમબેન ઉદયભાઇ સોલંકી અને વોર્ડ નં 9ના દિવ્યાબેન મીયાવડાનું નામ ચર્ચામાં છે. પક્ષ પુરૂષ કે સ્ત્રીનો નિર્ણય લે તેના ઉપર મેયરનો મદાર રહેશે. મેયર સહિતની નવી બોડી આવ્યા બાદ પાલિકામાં જે 70થી 80 કરોડનું બજેટ બનતુ હતુ તે વધીને 800થી 900 કરોડનું થઇ જશે. ઓનલાઇન ફરિયાદ કરી શકાશે અને તેનો નિકાલ કરીને સ્ટાફે મનપામાં રિપોર્ટ કરવો પડશે. વોર્ડમાં પાયાગત સુવિધાનો વધારો થશે. પોતાના વોર્ડના સભ્યોની સત્તામાં વધારો થતા લોકોના અટકેલા કામ પુરા થશે. અનુ.જાતિ પુરૂષની અનામતમાં મહિલાને સ્થાન મળી શકે છે અત્યારે જે મનપામાં મેયર માટેનું રોટેશન જાહેર કર્યુ છે તેમાં માત્ર અનુ.જાતીનો ઉલ્લેખ છે.સ્ત્રી કે પુરૂષનો ઉલ્લેખ નથી.પરંતુ જો પુરૂષ માટે અનામત હોય તો તેમાં સ્ત્રીને મેયર તરીકે બેસાડી શકાય છે.જો પક્ષ સ્ત્રીને બેસાડવાનું નકકી કરે તો વોર્ડ નં 13ના કુસુમબેન ઉદયભાઇ સોલંકી અને વોર્ડ નં 9 ના દિવ્યાબેન મીયાવડાને પણ મેયર મેયર બનાવી શકે છે.અત્યારે પક્ષ માટે કોને મેયર બનાવવા તે હાલ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. > કે.સી.શાહ, નિષ્ણાંત સ્ટેન્ડીંગ સમિતી સિવાયની કમિટીઓ ફક્ત સદસ્યોને સાચવવા પૂરતી મનપામાં સ્ટેન્ડીંગ કમીટીએ ખુબ મહત્વની કમીટી છે. અંદાજે 12 સભ્યોની આ કમીટી બનાવવામાં આવે છે.કમિશનર વિકાસના કામ માટે દરખાસ્ત તૈયાર કરે તે સ્ટેન્ડીંગ કમીટી પાસે પહેલા જાય અને કમિટીની મીટીંગમાં કામો પાસ થયા પછી તેને સામાન્ય સભામાં મુકવામાં આવે છે.મનપામાં બાકીની કમીટીના ચેરમેનોનોને ખાસ સત્તા હોતી નથી.વધુમાં વધુ રૂ.5 લાખના કામ સુચવવાની સત્તા મળી શકે છે.બાકી સભ્યોને સાચવવા માટે જ બીજી કમીટીઓ બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસીસ:સુરેન્દ્રનગર મનપામાં 37 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:મનપાના મેયર પાસે સૌથી મોટો વહીવટ : નગરસેવકોને પણ રૂ.25 લાખ બજેટ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment