Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની વર્ષો જૂની સમસ્યાનો સફળ ઉકેલ:25 ફૂટ ઊંડો મલબો કાઢી લાઈન પૂર્વવત કરાઈ

    20 hours ago

    વેરાવળ નગરપાલિકાએ ઈન્ડિયન રયોન સામેના મુખ્ય માર્ગ પરની ભૂગર્ભ ગટરની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ લાવ્યો. વાણંદ સોસાયટી અને 80 ફૂટ રોડ પરની ડ્રેનેજ લાઈન ભરાઈ ગઈ હતી. સ્થાનિકો અને સામાજિક કાર્યકર અનિસ રાચ્છની ફરિયાદ બાદ નગરપાલિકાએ કાર્યવાહી કરી. પ્રમુખ નરેશ ગોહેલના જણાવ્યા મુજબ, ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ, GUDCના અધિકારી પરમાર, સેનિટેશન ટીમ, ઇન્સ્પેક્ટર બાબુભાઈ અને કાઉન્સિલરો દેવેન ઓઝા, વિનોદ ભંભાણી, બ્રિજેશ મહેતા સહિતની ટીમે દેખરેખ રાખી કામગીરી કરી. સેનેટરી વિભાગ અને નગરપાલિકાની ટીમે રાત્રે કામ કરી ગટરની લાઈનમાંથી આશરે 25 ફૂટ ઊંડો કચરો અને મલબો બહાર કાઢ્યો. આ કામગીરી પૂરી થતાં જ ભૂગર્ભ ગટરનો પ્રવાહ સરળ બન્યો અને ઉભરાવાની સમસ્યા દૂર થઈ. પ્રમુખે જણાવ્યું કે, શહેરના અન્ય બે-ત્રણ સ્થળોએ પણ આવી જ ગટર સમસ્યાઓ છે, જેનો પણ ટૂંક સમયમાં ઉકેલ લવાશે. ખોદવામાં આવેલો રોડ પણ એક-બે દિવસમાં રિપેર કરાશે.
    Click here to Read More
    Previous Article
    વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ₹13 હજાર કરોડ મળ્યા:68% ખર્ચ રસ્તાની ધૂળ હટાવવા પર થયો; 2023માં પ્રદૂષણથી 20 લાખ લોકોનાં મોત થયાં
    Next Article
    After Tanushree Dutta's 'No One In Bollywood Saw The Body' Remark, Nana Patekar's Prayer Meet Held In Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment