Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડમાં વ્યાજખોરી અને જમીન હડપવાનો આક્ષેપ:13 લાખ સામે 16.87 લાખ ચૂકવ્યા છતાં વૃદ્ધ ખેડૂતની 6 એકર જમીન ન છોડી; રાજકોટના અલ્પેશ દોંગા 3 સામે ગુનો

    7 hours ago

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (ખંઢેરા) ગામના 66 વર્ષીય વૃદ્ધ ખેડૂતની નાણાકીય જરૂરિયાતનો ગેરલાભ લઈ વ્યાજે નાણાં આપ્યા બાદ તેમની 6 એકર 3 ગુંઠા જમીનનો દસ્તાવેજ કરાવી લેવાનો અને મુદ્દલ-વ્યાજ સહિત કુલ ₹16.87 લાખ વસૂલ્યા છતાં જમીનનો દસ્તાવેજ રદ નહીં કરવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે રાજકોટના અલ્પેશ દોંગા સહિત ત્રણ શખ્સો સામે કાલાવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે ગુનાહિત કાવતરું, ખંડણી, વિશ્વાસઘાત અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ તપાસ હાથ ધરી છે. ₹13 લાખના બદલામાં 6 એકર 3 ગુંઠા જમીનનો દસ્તાવેજ ફરિયાદ મુજબ, જમનભાઈ ઘનાભાઈ વસોયાના પુત્રને વેપાર માટે નાણાંની જરૂર પડતાં જૂન 2022માં રાજકોટના નાના મૌવા સર્કલ પાસે 'શ્રી મની પ્લસ શરાફી મંડળી' ચલાવતા અલ્પેશ ગોવિંદભાઈ દોંગાનો સંપર્ક કર્યો હતો. અલ્પેશ દોંગાએ માસિક 2.75 ટકા વ્યાજે ₹13 લાખ આપવાની શરતે જમનભાઈની 6 એકર 3 ગુંઠા ખેતીની જમીન અન્ય બે વ્યક્તિઓના નામે વેચાણ દસ્તાવેજ કરાવવાની વાત કરી હતી. ત્યારબાદ કાલાવડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 3 એકર 3 ગુંઠા જમીન ધર્મેન્દ્રભાઈ મીઠાભાઈ ઠેસીયા અને 3 એકર જમીન નાગજીભાઈ માઘાભાઈ નસીતના નામે દસ્તાવેજ કરાવવામાં આવી હતી. ખર્ચ કાપીને ખેડૂતને ₹12.80 લાખ ચૂકવાયા હતા અને રકમ પરત ચૂકતે થતાં દસ્તાવેજ રદ કરવાની ખાતરી અપાઈ હતી. ₹16.87 લાખ ચૂકવ્યા છતાં દસ્તાવેજ રદ ન કર્યો ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઓગસ્ટ 2022થી જુલાઈ 2023 દરમિયાન ખેડૂતે દર મહિને ₹35,200 લેખે કુલ ₹3,87,200 વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ ઓગસ્ટ 2023માં મૂળ ₹13 લાખની રકમ ચૂકવવા જતાં અલ્પેશ દોંગાએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી નાણાં ઓફિસમાં જમા કરાવ્યા હોવાનો આક્ષેપ છે. આમ, ખેડૂત દ્વારા કુલ ₹16,87,200 ચૂકવવામાં આવ્યા હોવા છતાં આરોપીઓએ જમીનના દસ્તાવેજ રદ કર્યા ન હતા. જમીન ખાલી કરવા દબાણ અને ફરિયાદની ધમકીનો આક્ષેપ ફરિયાદ મુજબ, આરોપીઓએ દસ્તાવેજ રદ કરવાને બદલે વિવિધ બહાના કાઢી જમીન ખાલી કરાવવા દબાણ કર્યું હતું. સાથે જ ખેડૂત વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. જોકે જમીનનો પ્રત્યક્ષ કબજો અને રેવન્યુ રેકોર્ડ હજુ પણ ખેડૂત પાસે હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અલ્પેશ દોંગા સહિત ત્રણ સામે પોલીસ કાર્યવાહી આ મામલે જમનભાઈ વસોયાની ફરિયાદના આધારે કાલાવડ પોલીસે અલ્પેશભાઈ ગોવિંદભાઈ દોંગા, ધર્મેન્દ્રભાઈ મીઠાભાઈ ઠેસીયા અને નાગજીભાઈ માઘાભાઈ નસીત, ત્રણેય રાજકોટ રહેવાસી, સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં આરોપીઓ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ ઉલ્લેખ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ગુનાઓ સામે જાગૃતિ માટે 'સાયબર જાગૃતિ રથ'નું પ્રસ્થાન:ગામડાં, શાળાઓ અને કોલેજોમાં ડિજિટલ ફ્રોડ સામે નાગરિકોને સતર્ક કરાશે
    Next Article
    રાધનપુર નજીક ડમ્પરના ગુપ્ત ખાનામાંથી 18.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પાટણ LCB એ 44.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 ને પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment