Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ગુનાઓ સામે જાગૃતિ માટે 'સાયબર જાગૃતિ રથ'નું પ્રસ્થાન:ગામડાં, શાળાઓ અને કોલેજોમાં ડિજિટલ ફ્રોડ સામે નાગરિકોને સતર્ક કરાશે

    7 hours ago

    આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના વધતા જતા બનાવો સામે પ્રજાને જાગૃત કરવા અને પોલીસ–પ્રજા વચ્ચેનો સંપર્ક વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. સાયબર પોલીસ સ્ટેશન ભરૂચ તથા SRF ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલા ખાસ 'સાયબર જાગૃતિ રથ'નું એસપી કચેરી ખાતેથી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ નિરીક્ષણ કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ​આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવો પર અંકુશ મેળવવા સાયબર અવેરનેસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આ વિશેષ વાન સમયાંતરે જિલ્લાના વિવિધ અંતરિયાળ ગામડાઓ, શાળાઓ અને કોલેજોમાં જઈ સતત જાગૃતિ કાર્યક્રમો યોજશે. ​તેમણે ઉમેર્યું હતું કે, આ વાનની વિશેષતા એ છે કે તેમાં બાળકો, વડીલો અને સામાન્ય નાગરિકોને આસાનીથી બેસાડી શકાય તેવી સુવિધા છે. વાનમાં વિડિયો અને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા સાયબર માફિયાઓ કેવી રીતે છેતરપિંડી આચરે છે તેની મોડસ ઓપરેન્ડી અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કરવામાં આવશે, જેથી લોકો છેતરાતા બચે અને જિલ્લામાં સાયબર ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય. ​આ સામાજિક પહેલમાં SRF કંપની દ્વારા વાનની સુવિધા સાથે સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં આ જાગૃતિ અભિયાન પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ રથ કાર્યરત રહેશે તેવી ખાતરી વ્યક્ત કરવામાં આવી છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું, અજાણ્યા વ્યક્તિ સાથે બેંક વિગતો કે ઓટીપી (OTP) શેર ન કરવો અને કોઈપણ સાયબર છેતરપિંડીના કિસ્સામાં તુરંત સાયબર હેલ્પલાઈન 1930 પર અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના જુવાનિયાઓની દારૂપાર્ટી, VIDEO:રીલ બનાવવા જતાં ઈન્ફ્લૂએન્સરને ધોઇ નાખ્યો, MLA કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસને ચીંટિયો ભર્યો
    Next Article
    કાલાવડમાં વ્યાજખોરી અને જમીન હડપવાનો આક્ષેપ:13 લાખ સામે 16.87 લાખ ચૂકવ્યા છતાં વૃદ્ધ ખેડૂતની 6 એકર જમીન ન છોડી; રાજકોટના અલ્પેશ દોંગા 3 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment