Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ એક પાણીકાપ ઝીંકાયો:પાઈપલાઈન રીપેરીંગનાં બહાને 13-14 ઓટોબરે વોર્ડ નંબર 4-5નાં 125 કરતા વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રખાશે, હજારો લોકો તરસ્યા રહેશે

    10 hours ago

    રાજકોટ મહાપાલિકાની ગંભીર બેદરકારી અને નબળા વહીવટના કારણે શહેરીજનોને વધુ એક પાણીકાપનો સામનો કરવો પડશે. આજી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પંપીંગ સ્ટેશન તરફ જતી મુખ્ય રાઈઝીંગ મેઈન લાઈનમાં રાંદરડા નાળા પાસે લાઈન લીકેજ થવાની ઘટના તંત્રની અણઘડ કામગીરી અને જાળવણીના અભાવની પોલ ખોલી નાખે છે. તંત્રની આ ગંભીર બેદરકારીનું પરિણામ સામાન્ય પ્રજાએ ભોગવવું પડશે, કારણ કે તંત્ર દ્વારા તા. 13/10/2026ને મંગળવારે વોર્ડ નંબર 4 અને તા. 14/10/2026ને બુધવારે વોર્ડ નંબર 5ના વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવાનો મનમાની પૂર્વકનો નિર્ણય લેવાયો છે. જેને લઈને બંને વોર્ડ હેઠળ આવતા 125 કરતા વધુ વિસ્તારોની અંદર વસવાટ કરતા હજારો પરિવારો અને સામાન્ય નાગરિકો પાણી વગર તરસ્યા રહેશે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ફિલ્ટર પ્લાન્ટ થી ગ્રીનલેન્ડ પંપીંગ સ્ટેશન તરફ જતી 600 એમએમ રાઈઝીંગ મેઈન લાઈનમાં રાંદરડા નાળા પાસે અચાનક લાઈન લીકેજ થઈ જવાથી ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ લાઈનના જરૂરી રીપેરીંગ અને જાળવણીની કામગીરી કરવા રાજકોટ મહાપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા ગ્રીનલેન્ડ હેડવર્કસ ઉપર આધારિત વિસ્તારોમાં શટડાઉન રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાણીકાપને કારણે સ્થાનિક રહેવાસીઓને આગામી દિવસોમાં હાલાકીનો સામનો કરવો પડશે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ તારીખ 13/10/2026 ના રોજ મંગળવારના દિવસે ગ્રીનલેન્ડ હેડવર્કસ આધારિત વોર્ડ નંબર 4 ના વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. વોર્ડ નંબર 4 ના જે વિસ્તારોમાં પાણીકાપ રહેશે તેમાં મીરા પાર્ક 1, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1, 2, 3, ડી માર્ટ, વિઝન સ્કુલ, શાંતિ સદન કોમ્પ્લેક્ષ, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક 1, વૃંદાવન પાર્ક 2, વૃંદાવન પાર્ક 3, નરશી મેહતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલ ધામ રેસીડેનસી, તુલસીપાર્ક, શીવધારા સોસાયટી, ગુરૂદેવ પાર્ક 1 તથા 2 (50 ફૂટ રોડ), લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ 1 તથા 2 (કુવાડવા રોડ), એલ જી પાર્ક, ચિત્રકૂટ પાર્ક, સોમનાથ રીયલ હોમ, રાજનગર, શિવ રંજની, અંબિકા પાર્ક, રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેનસી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર જે ટી, તીર્થ, રોહિદાસ પરા, શાનદાર રેસીડેનસી 1 તથા 2, હરિદર્શન, શ્રી બંગલો, લોકમાન્ય તિલક આવાસ, આર્ય કૃતિ, ખોડીયાર પાર્ક, રઘુવીર પાર્ક, સતનામ પાર્ક, સત્યમ પાર્ક, પંચરત્ન, જમના પાર્ક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખ દેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર કે ડ્રીમલેન્ડ 1 તથા 2, વાલ્મીકી પાર્ક, શિવમ પાર્ક, હરસિધ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક, બાલાજી પાર્ક, ગણેશ પાર્ક 1 તથા 2, સરદાર પટેલ પાર્ક, અમૃત પાર્ક, શ્રી પાર્ક, ગાંધી વસાહત, ચામડિયા પરા, ગણેશ નગર, લાતી પ્લોટ, ગાયત્રી ધામ, શિવાજી પાર્ક, શિવાજી પાર્ક મફતિયાપરા, ભરવાડ વાસ, શિવાલય પાર્ક, સાહેબ પાર્ક, ખોડલ ધામ સોસાયટી, ખોડલ રાજ રીયલ હોમ, રાધે રેસિડન્સી, નોવા, નક્ષત્ર, ખોડલ, શિવમ પાર્ક 1 અને 2, ખોડલ પાર્ક, ઓસ્કાર સિટી તેમજ દેવલોક પાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તારીખ 14/10/2026 ના રોજ બુધવારના દિવસે ગ્રીનલેન્ડ હેડવર્કસ આધારિત વોર્ડ નંબર 5 ના વિસ્તારોમાં પણ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. વોર્ડ નંબર 5 ના જે વિસ્તારોમાં પાણીકાપ રહેશે તેમાં અલકા પાર્ક, ભગીરથ સોસાયટી, ગાંધી સ્મૃતિ સોસાયટી 1 અને 2, ગ્રામલક્ષ્મી સોસાયટી, ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસાયટી, ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસાયટી, લાલપરી મફતીયાપરા, માલધારી સોસાયટી, માંન્છાનગર ખાડો, મનહર સોસાયટી, મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂતીનગર 1, 2 અને 3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસાયટી 56 ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપાર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી 1 અને 2, રત્નદીપ સોસાયટી, સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસાયટી, સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવ સૃષ્ટી સોસાયટી 1, 2 અને 3, શ્રીરામ સોસાયટી, શ્યામપાર્ક, સિધ્ધીવિનાયક સોસાયટી, સીતારામનગર, વ્રજભુમી માલધારી સોસાયટી, વલ્લભનગર, વાલ્મીકી આવાસ યોજના, વૃંદાવન સોસાયટી તથા ઝરીયા સોસાયટીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અગાઉથી યોગ્ય દેખરેખ કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ન રાખવાને કારણે અચાનક ઊભી થયેલી આ પાણીકાપની સમસ્યાથી લોકોના રોજિંદા જીવન અને વ્યવહાર પર માઠી અસર પડશે. આ બંને વોર્ડના 125 કરતા વધુ વિસ્તારોના હજારો નાગરિકોને પાણીની અછતનો સામનો કરવો પડશે. જોકે મનપાનાં વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા લીકેજ રિપેરિંગની આ કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને અગાઉથી જ પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી લેવા માટે અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઉદવાડા નજીક હાઈવે પર ચાર કાર વચ્ચે ટક્કર:એક વ્યક્તિને ઈજા, અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થતાં વાહનોની લાઈનો
    Next Article
    'આ શિવજીની જાન, તાંડવ નક્કી છે':રાહુલ ગાંધીએ નવો દાવ રમ્યો, દિલ્હીમાં રાજકીય ભૂકંપ આવી શકે, 12 વર્ષમાં પહેલીવાર મોદી સરકાર બેકફુટ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment