Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: મતદાન સામગ્રીનું ડિસ્પેચ શરૂ:પંચમહાલના 1288 મથકો પર EVM સહિતની સામગ્રી પહોંચાડી, તંત્રની તૈયારીઓ પૂર્ણ

    2 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગોધરા ખાતે મતદાન સામગ્રીનું વિતરણ શરૂ થઈ ગયું છે. તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આજે EVM મશીન સહિતની જરૂરી ચૂંટણીલક્ષી સામગ્રી 1288 મતદાન મથકો પર પહોંચાડવામાં આવી છે. મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સુરક્ષા અને મતદાનની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, સમગ્ર જિલ્લામાં ગોધરા અને શહેરા નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 1,288 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. ગોધરા અને શહેરા નગરપાલિકામાં કુલ 1,47,418 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 9,76,350 મતદારો મતદાન કરશે. તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. પોલિંગ પાર્ટીઓ પણ મતદાન મથકો સુધી પહોંચવા માટે રવાના કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અજાણ્યા નંબર પરથી આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરતા પહેલા સાવધાન:APK ફાઈલ પર ક્લિક કરતા જ સિમકાર્ડ બંધ થયું, મોબાઈલ હેક કર્યા બાદ રેલવેના સુપરવાઈઝરના નામે 12.86 લાખની પર્સનલ લોન લઈને રૂપિયા ઉઠાવી લીધા
    Next Article
    લસ્સીમાં નશીલો પદાર્થ પીવડાવી વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યો:રસ્તો ભૂલી હોવાનું નાટક કરી દંપતીનો વિશ્વાસ જીત્યો, 40 હાજરની લૂંટ કરનાર મહિલાની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment