Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણ્યા નંબર પરથી આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરતા પહેલા સાવધાન:APK ફાઈલ પર ક્લિક કરતા જ સિમકાર્ડ બંધ થયું, મોબાઈલ હેક કર્યા બાદ રેલવેના સુપરવાઈઝરના નામે 12.86 લાખની પર્સનલ લોન લઈને રૂપિયા ઉઠાવી લીધા

    2 days ago

    વડોદરા શહેરમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી RTO ટ્રાફિક ચલાનની APK ફાઇલ ડાઉનલોડ કરતા જ ઠગોએ તેમના નામે 12.86 લાખ રૂપિયાની લોન લઈને રૂપિયા ઉઠાવી લીધા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરના ન્યુ સમા રોડ વિસ્તારમાં આવેલી સોસાયાટીમાં રહેતા અને રેલવેના સુપરવાઈઝર (ઉ.વ. 50)એ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.18 જાન્યુઆરીના રોજ તેમના મોબાઈલ પર અજાણ્યા મોબાઇલ નંબર પરથી Challan નામની APK ફાઇલ મોકલવામાં આવી હતી. તેમણે તે ફાઇલ ડાઉનલોડ કરી હતી. જોકે, તેમણે એપ્લિકેશનમાં કોઈ માહિતી દાખલ કરી ન હતી અને બાદમાં તેને ડિલીટ પણ કરી દીધી હતી. પરંતુ તે જ દિવસે સાંજે તેમનું સિમ કાર્ડ અચાનક બંધ થઈ ગયું હતું અને મોબાઈલ હેક થઈ ગયો હતો. આ અંગે તેમણે રેલ્વે કંટ્રોલમાં જાણ કરી હતી. બાદમાં DRM ઓફિસમાં સંપર્ક કરતા તેમને જણાવવામાં આવ્યું હતું કે, સિમ કાર્ડ તેમના દ્વારા જ બંધ કરાવવામાં આવ્યું છે, જ્યારે ફરીયાદીએ આ વાતનો ઈનકાર કર્યો હતો. અરજી બાદ તેમનું સિમ કાર્ડ ફરી ચાલુ કરવામાં આવ્યું હતું. આ બનાવ પછી તા.7 ફેબ્રુઆરીના રોજ તેમના ખાતામાંથી રૂ. 24,427 EMI કપાતા તેઓ બેંકમાં તપાસ કરવા ગયા હતા. ત્યાં જાણવા મળ્યું કે તેમના નામે રૂ.12,86,801 રૂપિયાની પર્સનલ લોન લેવામાં આવી છે અને આ રકમમાંથી કુલ રૂ. 12,86,801 જેટલી રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપાડી લેવાઈ છે. સુપરવાઇઝર જણાવ્યું કે, તેમણે આવી કોઈ લોન લીધી નથી. તપાસમાં બહાર આવ્યું કે આ સમગ્ર રકમ એક અજાણ્યા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત તા.5 ફેબ્રુઆરીના રોજ ફરીથી એ જ પ્રકારની APK વોટ્સએપ પરથી મોકલવામાં આવી હતી, જે પીડિતે ડાઉનલોડ કરી નહોતી. આ અંગે તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાપી GIDCની ક્રિએટિવ ટેક્સટાઈલમાં ભીષણ આગ:વર્ષમાં ત્રીજી વાર ઘટના, વીમા કૌભાંડની શંકા અને કામદારોમાં રોષ
    Next Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: મતદાન સામગ્રીનું ડિસ્પેચ શરૂ:પંચમહાલના 1288 મથકો પર EVM સહિતની સામગ્રી પહોંચાડી, તંત્રની તૈયારીઓ પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment