Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંદેસરી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ફરી રેડ:સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં 12.85 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત, એક આરોપીની ધરપકડ, 3 વોન્ટેડ જાહેર

    1 day ago

    નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફરી એકવાર રેડ કરી છે. વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 12.85 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. અને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ એમ.એસ. ત્રિવેદીની ટીમે વડોદરાના નંદેસરી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી વાસદ તરફ જતા રોડ પર ટોલનાકાથી થોડે આગળ ગ્રાન્ડ નીલગીરી હોટલ સામે જાહેર રોડ પર રેડ કરી હતી. આ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની આશરે 149 પેટી, 7,152 બોટલ, રૂ.12,85,920ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત એક વાહન, મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.27,99,730નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કાસીદ મહોંમદ રફીક બલોચ (મકરાણી), (રહે. હાજીપીર ચોક, મદીના મસ્જિદ પાસે, લાલખાણ, જામનગર)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આસીફ કાસમભાઇ જોખિયા, રહે. જામનગર, તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ​આ પહેલા માર્ચ 2026માં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના નેટવર્ક પર રેડ કરી હતી. SMCની ટીમે નંદેશ્વરી GIDC પાસેના ખુલ્લા પ્લોટ અને આસપાસના વિસ્તારમાં મોટો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 43 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શંખેશ્વરમાં ચાર ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા:મામલતદાર અને સરપંચે હિટાચી મશીનથી પાણીનો નિકાલ કર્યો, ગ્રામજનોની કાયમી ઉકેલની માંગ
    Next Article
    શંખેશ્વર ઘરફોડ ચોરીમાં 1.60 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી પકડાયા:SOG પોલીસે સમી-શંખેશ્વર હાઇવે પરથી ચોરીના દાગીના વેચવા નીકળેલા શખ્સોને ઝડપ્યા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment