Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વર ઘરફોડ ચોરીમાં 1.60 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી પકડાયા:SOG પોલીસે સમી-શંખેશ્વર હાઇવે પરથી ચોરીના દાગીના વેચવા નીકળેલા શખ્સોને ઝડપ્યા.

    1 day ago

    પાટણ SOG પોલીસે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 1,60,750 રૂપિયાના સોના-ચાંદીના દાગીના સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓને આગળની કાર્યવાહી માટે શંખેશ્વર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસને ખાનગી બાતમી મળી કે સમી-શંખેશ્વર હાઇવે પર રૂની ગામના બસ સ્ટેન્ડ પાસે બે લોકો ચોરીના સોના-ચાંદીના દાગીના વેચવાની તૈયારીમાં ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે ત્યાં પહોંચી તપાસ કરતા બંને પાસેથી દાગીના મળી આવ્યા. પોલીસે દાગીના વિશે પૂછપરછ કરતા બંને શખ્સો ગોળગોળ જવાબ આપવા લાગ્યા. સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેમની સઘન પૂછપરછ કરી. ત્યારે તેમણે કબૂલ્યું કે આ દાગીના રણોદ ગામના બચુભાઈ પચાણભાઈ બજાણીયાના ઘરેથી ચોર્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ સુનિલભાઈ રાજુભાઈ બજાણીયા અને અજયભાઈ ઝેણાભાઈ બજાણીયા છે. બંને રણોદ, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીની જીવનદોરી, પોલા કડલા, ચોરસો, કંદોરો, ડબ્બલ નાકાવાળો ઝુડો, મંગળસૂત્ર, સોનાનું ઓમ લખેલું પેન્ડલ અને નાકની ચૂની સહિત કુલ 1,60,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરીનો ગુનો શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 305(A), 331(3), 331(4) હેઠળ નોંધાયો હતો, જે હવે ઉકેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    નંદેસરી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ફરી રેડ:સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં 12.85 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત, એક આરોપીની ધરપકડ, 3 વોન્ટેડ જાહેર
    Next Article
    નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વાંસના વેચાણ માટે આધુનિક શોરૂમનું ઉદ્ઘાટન:વર્લ્ડ બામ્બુ ડે પર ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ, વિદેશ મંત્રીની ઓફિસમાં પણ વાંસનો સોફા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment