Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લાના 128 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ:ધો.12 સામાન્ય પ્રવાહમાં 94.82% અને વિજ્ઞાન પ્રવાહમાં 85.01% પરિણામ

    15 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મહેસાણા જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જોકે પરિણામની ટકાવારીમાં સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ કરતા આગળ રહ્યો છે. વિજ્ઞાન પ્રવાહના 17 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ મહેસાણા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કુલ 3697 વિદ્યાર્થીઓએ આપી હતી. જિલ્લાનું સરેરાશ પરિણામ 85.01 ટકા નોંધાયું છે. ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો, જિલ્લાના 17 તેજસ્વી વિદ્યાર્થીઓએ 'A1' ગ્રેડ મેળવી મેદાન માર્યું છે. આ ઉપરાંત 230 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 571 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 739 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મધ્યમ શ્રેણીમાં C1 ગ્રેડમાં 797 અને C2 ગ્રેડમાં 673 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે 116 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. નોંધનીય છે કે જિલ્લામાં એક પણ વિદ્યાર્થી E1 ગ્રેડમાં રહ્યો નથી. સામાન્ય પ્રવાહમાં સફળતાનો આંક 94.82 ટકાએ પહોંચ્યો સામાન્ય પ્રવાહનું પરિણામ વિજ્ઞાન પ્રવાહની સરખામણીએ ઘણું ઊંચું એટલે કે 94.82 ટકા રહ્યું છે. જિલ્લામાંથી કુલ 13,288 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં 111 જેટલા વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ 'A1' ગ્રેડ હાંસલ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અન્ય ગ્રેડની વાત કરીએ તો 930 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં, 2056 વિદ્યાર્થીઓ B1 ગ્રેડમાં અને 3030 વિદ્યાર્થીઓ B2 ગ્રેડમાં સફળ થયા છે. આ ઉપરાંત 3439 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 2559 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ અને 467 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે, જ્યારે માત્ર 8 વિદ્યાર્થીઓ E1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. સમગ્ર જિલ્લામાં પરિણામ જાહેર થતાની સાથે જ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો ક્યાંક વિદ્યાર્થીઓએ એકબીજાના મોઢા મીઠા કરાવીને સફળતાની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં વરલી-મટકાના જુગાર પર LCBનો દરોડો:હાર-જીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપાયા, એક ફરાર; 17 હજારનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય:બોટાદમાં કાર્યકરોએ આતશબાજી કરી, મીઠાઈ વહેંચી ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment