Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય:બોટાદમાં કાર્યકરોએ આતશબાજી કરી, મીઠાઈ વહેંચી ઉજવણી કરી

    4 days ago

    પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના વિજય બાદ બોટાદમાં ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો. બોટાદ જિલ્લા ભાજપના કાર્યકરોએ દિન દયાળ ચોક ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને ઢોલ-નગારા સાથે આનંદ વ્યક્ત કર્યો. આ ઉજવણી દરમિયાન કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન ખાવામાં આવેલી 'ઝાલમુરી' નો સ્વાદ પણ માણ્યો. આ પ્રસંગે 'ભારત માતા કી જય' ના નારા લગાવવામાં આવ્યા અને દિન દયાળજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા. ભાજપને પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી મળતા સમગ્ર ભારતમાં ઉજવણીનો માહોલ છે. બોટાદમાં પણ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે જનસંઘની શરૂઆત બોટાદથી થઈ હતી અને આજે તે બંગાળ સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, 1968માં જનસંઘનો પ્રથમ વિજય બોટાદ નગરપાલિકામાં થયો હતો. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મસ્થાન પશ્ચિમ બંગાળ છે, તેથી આ વિજયનું વિશેષ મહત્વ છે. આ અંગેની માહિતી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે આપી હતી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા જિલ્લાના 128 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ:ધો.12 સામાન્ય પ્રવાહમાં 94.82% અને વિજ્ઞાન પ્રવાહમાં 85.01% પરિણામ
    Next Article
    શ્રી પરા શાળાની વિદ્યાર્થિનીએ મહેસાણા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું:ચાવડા આશાબેને HSC બોર્ડમાં 99.89 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment