Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ LCBએ ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપ્યો:બારડોલીનો ફરાર આરોપી છેતરપિંડીના કેસમાં લાંબા સમયથી નાસતો ફરતો હતો

    8 hours ago

    વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બારડોલીનો વોન્ટેડ આરોપી હર્ષલ ગણેશ પાટીલ (ઉં.વ. 28) મહારાષ્ટ્રના સુરગાણા વિસ્તારમાંથી ઝડપાયો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, LCB પીઆઈ એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. વસાવા અને તેમની ટીમને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર ગુરજીભાઈ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે LCB ટીમે મહારાષ્ટ્રના સુરગાણા ખાતે દરોડો પાડી હર્ષલ પાટીલને ઝડપી પાડ્યો હતો. હર્ષલ પાટીલ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 316(2), 316(5) અને 61(2)(A) હેઠળ ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે. તે સિદ્ધિવિનાયક સોસાયટી, બાબેન, તા. બારડોલી, જિ. સુરતનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો હર્ષલ પાટીલ રીઢો ગુનેગાર છે. તેની સામે સુરત ગ્રામ્ય જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ અને ખંડણી સહિત કુલ ચાર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં બારડોલી પોલીસ સ્ટેશનમાં બે પ્રોહિબિશનના ગુના, મહુવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો અને બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખંડણી, ગુનાહિત કાવતરું અને ધમકી સંબંધિત ગંભીર ગુનો સામેલ છે. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેને વધુ તપાસ માટે વલસાડ રૂરલ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    એજાઝ ખાન ઝરીન ખાનના સપોર્ટમાં આવ્યો:પાપારાઝીને ફટકાર લગાવી, માફી માંગવા કહ્યું; એક્ટ્રેસે કહ્યું- 'કોઈની હિંમત નથી કે મને બુલી કરી શકે'
    Next Article
    AMCના ઇતિહાસમાં પ્રથમ વખત કાર્યવાહી:EWS આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર કબજો કરનાર સામે FIR, માલસામાન પણ જપ્ત કરી લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment