Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એજાઝ ખાન ઝરીન ખાનના સપોર્ટમાં આવ્યો:પાપારાઝીને ફટકાર લગાવી, માફી માંગવા કહ્યું; એક્ટ્રેસે કહ્યું- 'કોઈની હિંમત નથી કે મને બુલી કરી શકે'

    7 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાને સોમવારે એક ઇવેન્ટમાં પાપારાઝીને જોરદાર ઠપકો આપ્યો. ઇવેન્ટ દરમિયાન તેણે બુલિંગ અને બોડી શેમિંગ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તે જ સમયે, ઝરીનનો વીડિયો સામે આવ્યા બાદ એક્ટર એજાઝ ખાન પણ પાપારાઝી પર જોરદાર ભડકી ઉઠ્યો. 'કોઈની હિંમત નથી કે મને બુલી કરી શકે' મીડિયા સાથે વાતચીતમાં ઝરીને કહ્યું, ‘મારી સાથે પણ બુલિંગ થયું છે, પરંતુ કોઈની એટલી હિંમત નહોતી કે તે મને પહેલા બુલી કરી શકે કે હવે કરી શકે. ખબર નથી કેવી રીતે, પણ મારામાં હંમેશા આત્મવિશ્વાસ રહ્યો છે. મારા શરીરનો આકાર, મારું વજન કે મારી બોડી ક્યારેય મારી ઓળખ પર હાવી થઈ નથી.’ 'પોતાના પર પૂરો વિશ્વાસ રાખો' એક્ટ્રેસે આગળ કહ્યું, 'મને લાગે છે કે આ ખૂબ જ જરૂરી છે. તમારે તમારી શક્તિ કોઈ બીજાને આપવી ન જોઈએ. કારણ કે જો તમે આવું કરશો, તો લોકો તમને દબાવવા લાગશે અને બુલી કરશે. તેથી સૌથી મહત્વની વાત એ છે કે તમે જેવા પણ છો, તેવા જ પોતા પર પૂરો વિશ્વાસ રાખો. પોતાને સ્વીકારો અને સૌથી ઉપર, પોતાને પ્રેમ કરો.' 'પોતાની હદમાં રહીને વાત કરવી' તાજેતરમાં મુંબઈમાં એક ક્લોથિંગ બ્રાન્ડના પ્રમોશન ઇવેન્ટ દરમિયાન ઝરીન ખાન પાપારાઝી પર ભડકી ગઈ હતી. તે મીડિયા સામે કપડાં પ્રદર્શિત કરી રહી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક પાપારાઝીએ તેને કહ્યું, ‘ડ્રેસ ટ્રાય કરીને બતાવો.’ આ વાત સાંભળતા જ ઝરીને કડક શબ્દોમાં જવાબ આપ્યો, ‘મારી સાથે ફાલતુ વાતો ન કરવી. હું આવી વસ્તુઓ સહન કરનારાઓમાંની નથી. પોતાની હદમાં રહીને વાત કરવી.’ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ઝરીન ખાનના સમર્થનમાં આવ્યો એજાઝ ખાન એક્ટર એજાઝ ખાન પણ ઝરીનના સમર્થનમાં સામે આવ્યો. તેણે એક વીડિયો જાહેર કરીને પાપારાઝીના એક વર્ગને જોરદાર ઠપકો આપ્યો. એજાઝે કહ્યું કે, કેટલાક લોકોના કારણે આખા પાપારાઝી સમુદાયની છબી ખરાબ થઈ રહી છે. મહિલાઓનું સન્માન કરવાનું શીખવું જોઈએ અને સોશિયલ મીડિયા પર વ્યુઝ અને લાઈક્સ માટે કોઈપણ મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરવું ખોટું છે. એજાઝે કહ્યું કે, દરેક મહિલા કોઈની માતા, બહેન, દીકરી કે પત્ની હોય છે. તેણે આવા લોકો પાસેથી ઝરીન ખાન અને તે તમામ મહિલાઓ પાસેથી માફી માંગવાની અપીલ કરી, જેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. તેનું કહેવું હતું કે, સોશિયલ મીડિયાની લોકપ્રિયતા માટે કોઈની ગરિમા સાથે સમાધાન ન કરવું જોઈએ. તાજેતરમાં નેહા ધૂપિયા પણ આપી ચૂકી છે હિદાયત આ પહેલા ગોલ્ડ સ્ટ્રીમિંગ એવોર્ડ સેરેમનીમાં નેહા ધૂપિયા પાપારાઝી પર ભડકી ગઈ હતી. એક્ટ્રેસ બેક શોટ લેવા અને તેને પોસ્ટ કરવા પર નારાજગી વ્યક્ત કરી અને પાપારાઝીને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી. સેરેમનીમાંથી નેહા ધૂપિયા એવોર્ડ લઈને નીકળી રહી હતી. ત્યારે પાપારાઝીએ તેના ગ્રે હેર પર કોમેન્ટ કરી, જેના જવાબમાં ગુસ્સે થતા તેણે કહ્યું છે, ‘બોલી લીધું? કરી લીધું? આ બદતમીઝીથી બેક શોટ તમારામાંથી કોણ લે છે? કોણ લે છે? છાપે છે કોણ? ન કરો. મારું નથી કરવાનું, કોઈનું નથી કરવાનું. બોલી-બોલીને થાકી ગયા છીએ.’ આગળ એક્ટ્રેસે કહ્યું, ‘આ અમારું કામ નથી. અમે બહાર આવીએ છીએ, ત્યારે તમે લોકો ત્યાં આ બધું કરો છો, બેગ ઉઠાવીને, બુક ઉઠાવીને, પાછળથી ચાલતા, આ બધું હવે નહીં ચાલે. બંધ કરો આ બધું. ખૂબ ઇજ્જતથી અમે તમારા લોકો સાથે વાત કરીએ છીએ, આ બધું ન કરો. ન કરો, બિલકુલ આ બધું ન કરો.’ આ એક્ટર્સ પણ પાપારાઝી પર ભડક્યા હતા મલાઈકા અરોરાએ ક્લાસ લીધો હતો થોડા સમય પહેલા જ મલાઈકા અરોરાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી હતી. એક ઇવેન્ટ પછી મલાઈકા એક વ્યક્તિ સાથે વાત કરી રહી હતી, પરંતુ પાપારાઝી પ્રાઇવસી આપવાને બદલે સતત તેનો વીડિયો લઈ રહ્યા હતા. આ જોઈને એક્ટ્રેસ ભડકી ગઈ અને કહ્યું- અહીં જ આવી જાઓ. સલમાન પણ ભડક્યો હતો ગયા મહિને સલમાન ખાન પણ પાપારાઝી પર ભડકી ગયો હતો. તે હિન્દુજા હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાંથી નીકળતી વખતે પાપારાઝીના અવાજથી એક્ટર ભડકી ગયો હતો. જોકે, પછીથી જ્યારે સલમાન ફિલ્મ રાજા શિવાજીની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યો, ત્યારે બધા પાપારાઝીએ તેમની માફી માંગી હતી. સલમાન જેવા જ પાર્ટીમાં પહોંચ્યા, તેવા જ બધા પેપરાઝીએ તેમને ઘેરી લીધા અને માફી માંગવા લાગ્યા. બધા એકસાથે, "સોરી ભાઈજાન, જોરથી બોલો સોરી", કહેતા દેખાયા. આ પછી સલમાને પણ તેમની માફી કબૂલ કરી લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    Channi बनाम Raja Warring: क्या Rahul Gandhi बचा पाएंगे Punjab Congress? अंदर की पूरी खबर!
    Next Article
    વલસાડ LCBએ ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપ્યો:બારડોલીનો ફરાર આરોપી છેતરપિંડીના કેસમાં લાંબા સમયથી નાસતો ફરતો હતો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment