Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધતા ડ્રોપ આઉટ રેશિયોએ ચિંતા જગાવી:12,542 વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો : બાલવાટિકામાં 14,454, ધોરણ 1 માં 1,447 બાળકોના નવા પ્રવેશ

    8 hours ago

    રાજકોટમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે આ વર્ષે બાલવાટિકામાં 14,454 તો ધોરણ 1 માં 1,447 બાળકો પ્રવેશ મેળવવાના છે. જોકે આ દરમિયાન ડ્રોપ આઉટ રેશિયો શિક્ષણ વિભાગ માટે ચિંતાજનક બન્યો છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાંથી 32,948 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો હતો જોકે તેમાંથી 20,406 વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ પરત લાવી શક્યું છે પરંતુ 12,542 વિદ્યાર્થીઓને શાળાએ લાવવામાં શિક્ષણ વિભાગ નિષ્ફળ ગયું છે. રાજકોટ શહેરમાં બાલવાટિકામાં 2,841 અને ધોરણ 1 માં 737 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવશે. જ્યારે જિલ્લામાં બાલવાટિકામાં 11,613 અને ધોરણ 1 માં 710 વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે. આગામી તા.8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. જોકે ઉનાળુ વેકેશન લંબાઇ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. જ્યારે તા.18 થી 20 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજાવાનો છે. જોકે આ વચ્ચે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની સંખ્યાએ શિક્ષણ જગતની ચિંતા વધારી છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા કરવામાં આવેલા સર્વેએ જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા અંગે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શિક્ષણના અધિકાર, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોના સતત દાવાઓ વચ્ચે રાજકોટ જિલ્લામાં કુલ 1,48,269 વિદ્યાર્થીઓના સર્વે દરમિયાન 32,948 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો હોવાનું સામે આવ્યું હતુ. તેમાંથી 20,406 બાળકો ફરી શાળાએ પહોંચ્યા છે તો હજુ 12,542 બાળકો અભ્યાસથી વંચિત છે. આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષીત પટેલના જણાવ્યા મુજબ, હાલ 100 ટકા વિદ્યાર્થીઓનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે તો બીજી તરફ હજુ સુધી જેટલા બાળકોએ શાળામાં ફરી પ્રવેશ નથી મેળવ્યો તેમના માટે ખાસ ફોર્મ બનાવાવમાં આવ્યુ છે. એટલું જ નહીં પરંતુ આવા બાળકોના વાલીઓનો સંપર્ક કરી બાળકોને અભ્યાસ અર્થે શાળામાં પ્રવેશ કરાવવા માટે પ્રયાસો હાથ ધરાશે. ધોરણ પ્રમાણે બાળકોએ શાળા છોડયાની સંખ્યા ધોરણ 1- 2071 ધોરણ 2- 1458 ધોરણ 3- 1795 ધોરણ 4- 1759 ધોરણ 5- 1762 ધોરણ 6- 1939 ધોરણ 7- 1932 ધોરણ 8- 6055 ધોરણ 9- 3816 ધોરણ 10- 10,361 કુલ - 32,948 શહેર/તાલુકા પ્રમાણે ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા રાજકોટ કોર્પોરેશન - 4,677 ગોંડલ - 649 રાજકોટ - 1,402 જસદણ - 1,171 જેતપુર - 903 કોટડાસાંગાણી - 469 ઉપલેટા - 784 ધોરાજી - 831 પડધરી - 502 લોધિકા - 227 વિંછીયા - 724 જામકંડોરણા -203 કુલ - 12,542
    Click here to Read More
    Previous Article
    સાઉથ સ્ટાર અજિત કુમારના માતાનું નિધન:મુખ્યમંત્રી વિજય અને ત્રિશા કૃષ્ણન એક્ટરના ઘરે પહોંચ્યા, રડતા મિત્રને ગળે લગાવીને સાંત્વના આપી
    Next Article
    ઘેડમાં રસ્તા-ફાટક અને નદીના પાળા મુદ્દે ખેડૂતોનો આક્રોશ:એરપોર્ટના વિસ્તરણ અને બંધ ફાટકથી હંટરપુર-બળોદરના લોકો પરેશાન: મેંઘલી નદીનો પાળો તૂટતાં 1500 કરોડના પેકેજ સામે ઉઠ્યા સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment