Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉથ સ્ટાર અજિત કુમારના માતાનું નિધન:મુખ્યમંત્રી વિજય અને ત્રિશા કૃષ્ણન એક્ટરના ઘરે પહોંચ્યા, રડતા મિત્રને ગળે લગાવીને સાંત્વના આપી

    7 hours ago

    સાઉથ સ્ટાર અજિત કુમારના માતા મોહિની મણિનું શનિવારે તમિલનાડુના ચેન્નઈ ખાતે નિધન થયું. આ દુઃખની ઘડીમાં મિત્રને સહારો આપવા તમિલનાડુના મુખ્યમંત્રી અને સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજય (જોસેફ વિજય) અને એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન અજિતના ઘરે પહોંચ્યાં હતાં. 85 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા અજિત કુમારના માતા 85 વર્ષના હતાં અને ઉંમર સંબંધિત બીમારીઓ તથા સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓથી પીડાઈ રહ્યા હતાં. મોહિનીના અંતિમ સંસ્કાર રવિવારે સવારે બેસંત નગર સ્મશાન ઘાટમાં સંપન્ન થયા. તેમનો પાર્થિવ દેહ ઇંજામબક્કમ સ્થિત નિવાસસ્થાનેથી બેસંત નગર સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો. અજિતે માતાના પાર્થિવ દેહને અંતિમ વાર પોતાના ખભા પર ઉઠાવીને સ્મશાન ઘાટ સુધી પહોંચાડ્યો. 'ન્યૂઝ 18'ના અહેવાલ મુજબ, અંતિમ સંસ્કારની વિધિઓ અજિત કુમારના ભાઈ અનિલ કુમાર દ્વારા સંપન્ન કરાવવામાં આવી. માતાના નિધનની સૂચના મળ્યા બાદ અજિત કુમાર ચેન્નઈ પહોંચ્યા અને શહેરના બહારના વિસ્તાર ઇંજામબક્કમ-પાલવક્કમ સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચ્યા. સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી મોહિની મણિના નિધનના સમાચાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સે અજિત કુમાર અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. શનિવારે સાંજે તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય અને એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન અજિત કુમારના નિવાસસ્થાને પહોંચ્યા. બંનેએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. થલાપતિ ઉપરાંત એક્ટર સરથકુમાર, નાસિર, ડિરેક્ટર શંકર, એ.એલ. વિજય, શિવા સહિત અનેક ફિલ્મ હસ્તીઓ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. મુખ્યમંત્રી વિજયે જણાવ્યું કે, તેમને તેમના પ્રિય મિત્ર અને અભિનેતા અજિત કુમારની માતા મોહિની અમ્મૈયારના નિધનના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. તેમણે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા અજિત કુમાર અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. અજિતના પિતાનું 2023માં નિધન થયું હતું અજિત કુમાર તમિલ સિનેમાના ખૂબ જ પ્રખ્યાત એક્ટર છે. તેમણે 'કાધલ કોટ્ટાઈ', 'વાલી', 'દીના', 'બિલ્લા', 'મંકથા', 'વિશ્વાસમ' અને 'વલિમૈ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અજિતના પિતા પી. સુબ્રમણ્યમ કેરળના પલક્કડના રહેવાસી તમિલ બ્રાહ્મણ હતા. તેમનું અવસાન વર્ષ 2023માં થયું હતું. જ્યારે તેમની માતા મોહિની સિંધી સમુદાયમાંથી હતા અને કોલકાતાના રહેવાસી હતાં. અજિત ત્રણ ભાઈઓમાં બીજા નંબર પર છે. તેમના મોટા ભાઈ અનૂપ કુમાર ન્યૂયોર્કમાં સ્ટોકબ્રોકર છે, જ્યારે નાના ભાઈ અનિલ કુમાર એક બિઝનેસમેન છે. અજિતે વર્ષ 2000માં એક્ટ્રેસ શાલિની સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ફિલ્મ 'અમરકલમ'ના સેટ પર થઈ હતી. તેમને બે બાળકો છે, દીકરી અનુષ્કા અને દીકરો અદ્વિક.
    Click here to Read More
    Previous Article
    Delhi Building Collapse : इतनी बड़ी लापरवाही, क्या कह रहा था प्रशासन? | Saket | Mehraulli | Delhi Ne
    Next Article
    રાજકોટમાં વધતા ડ્રોપ આઉટ રેશિયોએ ચિંતા જગાવી:12,542 વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો : બાલવાટિકામાં 14,454, ધોરણ 1 માં 1,447 બાળકોના નવા પ્રવેશ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment