Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલીસણામાં આયુષ્માન કાર્ડ કેમ્પમાં 1250થી વધુ કાર્ડ બન્યા:ગ્રામજનોને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાનો લાભ મળ્યો

    1 week ago

    બાલીસણા ગામમાં છેલ્લા ૧૦ દિવસથી આયુષ્માન ભારત કાર્ડ કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પમાં અત્યાર સુધીમાં ૧,૨૫૦થી વધુ આયુષ્માન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ કાર્ડ દ્વારા અનેક પરિવારોને કેન્દ્ર સરકારની આરોગ્ય સુરક્ષા યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી ડો. નિલેશ પટેલે આપી હતી. આ કેમ્પનું આયોજન જલ્પેશભાઈ પટેલ અને દીપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ ગામના નાગરિકોને કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાનો મહત્તમ લાભ પહોંચાડવાનો છે. કેમ્પ દરમિયાન નવા આયુષ્માન ભારત કાર્ડ બનાવવા, જૂના કાર્ડનું રિન્યુઅલ કરવા અને કાર્ડમાં જરૂરી સુધારા કરવાની કામગીરી થઈ રહી છે. આયોજકો દ્વારા ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન અને સહાયતા પણ પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રામજનોએ આયોજકો જલ્પેશભાઈ પટેલ અને દીપકભાઈ પટેલનો આભાર માન્યો હતો. ડો નિલેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી બાલીસણા ગામમાં આયુષ્માન કાર્ડ કાઢવાનું કેમ ચાલી રહ્યો છે જેમાં અંદાજિત 1200 થી વધુ આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા છે
    Click here to Read More
    Previous Article
    ડો. કેતુલ જોષીએ વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યો:પાટણના વૈશ્વિક પરિવાર વનમાં ત્રણ પરિવારો સાથે કર્યો વૃક્ષારોપણ
    Next Article
    વઢવાણમાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:મનપાના ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment